સુરેન્દ્રનગરના બોળીયા ગામ નજીક ખનીજ ભરેલા ડમ્પરનો પીછો કરી રહેલી અધિકારીઓની ગાડી પલટી ખાઈ ગઈ | Officers' car chasing a dumper loaded with minerals overturned near Boliya village in Surendranagar. | Times Of Ahmedabad

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકામા ખાણખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. જિલ્લામા તંત્રને પણ ગાંઠતા ન હોવાની અનેકવાર ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે હાલમા સુરેન્દ્રનગર જિલ્લાના ખાણ ખનીજ અધિકારીઓ તપાસ માટે ગયા હતા.ત્યારે બોડીયા ગામ પાસે ખનીજ ભરેલા ડમ્પરની પાછળ પાછળ કાર ચલાવતા હતા અને તેને પકડવા માટેની કામગીરી હાથ ધરવાની હતી. ત્યારે ખાણ ખનીજ વિભાગની કાર પલટી ગઈ હતી. જેમાં રહેલા અધિકારીઓને પણ નાની-મોટી ઇજાઓ થવા પામી છે.

તાત્કાલિક અસરે સારવાર માટે ખસેડવામાં આવ્યાં
આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામા અને તેના તાલુકા મથકોએ ખાસ કરીને મૂળી, થાન જેવા ગામોમાં કાર્બોસેલની બેફામ રીતે મોટી માત્રામાં ચોરી થઈ રહી છે. અને ખાણમાંથી કોલસો, પથ્થરો અને કાર્બોસેલ કાઢી અને બેફામપણે ખાણમાફિયા બેફામ બન્યા છે. ત્યારે તંત્રને પણ ન ગાંઠતાની અનેક પ્રકારની ફરિયાદો સામે આવી છે. અને અવારનવાર અધિકારીઓ સાથે પણ ખાણ માફિયાઓ બાથ ભીડે છે અને અનેકવાર ઘર્ષણો પણ થયા છે. ત્યારે ફરીવાર આજે બોડીયા ગામ પાસે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તપાસમા જઈ રહ્યા હતા. ત્યારે ત્યાંથી ડમ્પર ખાણ ભરી અને પસાર થતા તેનો પીછો કરી રહ્યા હતા. ત્યારે ડમ્પરના ચાલકે અધિકારીઓની કારણે અકસ્માત સર્જ્યો છે.

હાલમાં ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઈ
કાર પલટી મારી છે. જેમાં અધિકારીઓને ઈજા થઈ છે. જેથી તાત્કાલિક અસર તેમને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. ખાણ ખનીજ વિભાગની ગાડી ચેકિંગ માટે જઈ રહી હોવાની પણ વાત સામે આવી છે, ત્યારે આ ડમ્પરના ચાલકે જાણી જોઈ અને અકસ્માત સર્જ્યો હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. હાલમાં ફરિયાદ નોંધાવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post