الاثنين، 27 مارس 2023

અધિકારીઓ અને કોન્ટ્રાકટરોએ ત્રાસીને ઉચ્ચ કક્ષા સુધી નનામી પત્ર લખ્યો, મનસુખ વસાવાએ પત્રમાં લખેલા તમામ આક્ષેપો સાચા હોવાનું જણાવ્યું | Officials and contractors wrote a letter to the higher authorities, Mansukh Vasava stated that all the allegations in the letter were true. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Officials And Contractors Wrote A Letter To The Higher Authorities, Mansukh Vasava Stated That All The Allegations In The Letter Were True.

નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ તમામ પક્ષના નેતાઓ અને ઉચ્ચ કાર્યકર્તા સામે એવા આક્ષેપો કર્યા કે સાંસદને એક નનામી પત્ર મળ્યો છે. જેમાં મોટા કોન્ટ્રાકટર અને અધિકારીઓ પાસે હપ્તા અને ટકાવારી માંગવામાં આવે છે અને આ સિલસિલો મોટાપાયે ચાલતો થયો છે જેમનું કહેવું છે. આ કોઈ એક પક્ષના લોકો નહીં પરંતુ પત્રમાં તમામ પક્ષોનો ઉલ્લેખ છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પણ નામ છે. સાંસદે પણ સ્વીકાર્યું છે કે, આ નનામી પત્રમાં જે લખ્યું છે એ તમામ આક્ષેપો સાચા છે. હવે એટલી હદે આ ટકાવરી માગે છે કે જેમાં અધિકારીઓ અને મોટા કોન્ટ્રાક્ટરો ત્રાસી ગયા છે. કોઈ પણ વિકાસના કામોમાં જો ટકાવારી અને ખંડણી આપવામાં આવે તો સ્વાભાવિક છે.

જેમાં સરકારના પૈસાનો દૂર ઉપયોગ થવાનો છે અને ભ્રષ્ટાચાર થાય જ આમ તો કેટકાલ લોકો અધિકારીઓ પાસે અને કોન્ટ્રાકટરો પાસે હપ્તા ઉઘરાવે છે અને સીધી રીતે ન આપે તો અધિકારીઓ પાસે અને પ્રજાને ગેરમાર્ગે દોરવા તપાસ માંગે છે. જે તપાસ માંગતા પણ પાછા હપ્તા માગે છે. મનસુખ વસાવાએ જણાવ્યું કે, આ મુદ્દે મેં જિલ્લા સંકલનમાં પણ અધિકારીઓનું ધ્યાન દોર્યું છે કે, કામો સારા અને ગુણવત્તાવાળા કરાવો જેથી કરીને આવા કટકિબાજો કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટરને હેરાન કરે નહીં.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.