મહેસાણા32 મિનિટ પહેલા
મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગ્રુપ મહેસાણા દ્વારા જિલ્લા ઓફસાઇટ ઇમરજન્સી પ્લાનની મોકડ્રીલ નિરમા લીમીટેડ મંડાલીમાં કરવામાં આવી હતી. અમદાવાદ-મહેસાણા હાઇવે સ્થિત નિરમા લીમીટેડમાં સવારે 10-30 કલાકે કલેકટર એમ નાગરાજના અધ્યક્ષપણા હેઠળ મોકડ્રીલ યોજાઇ હતી.

મોકડ્રીલમાં કારખાનામાંથી ઓલીયમ ભરીને ટેન્કર કંપનીમાંથી બહાર નીકળી ગેટની પાસે પાર્ક કરેલ ત્યાં ટેન્કરના વાલ્વ,નીપલમાંથી ઓલીયમ લીકેજને લીધે આસપાસમાં ઓલીયમના ધુમાડા થઇ જવા પામેલ,પરંતુ ઓલીયમને કારણે ટોક્સીક ફ્યુમ્સ વઘુ પ્રમાણમાં ફેલાવાને કારણે તથા આજુબાજુ રોડ ઉપર થતી અવર-જવરને અસર થાય તેવુ લાગતા કલેકટર દ્વારા ઓફસાઇટ ઇમરજન્સીનો આદેશ કરતાં મોકડ્રીલમાં ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન ઓપરેટ કરવામાં આવ્યો હતો.

મોકડ્રીલમાં ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન્ટના ભાગ રૂપે જિલ્લા ક્રાઇસીસ ગ્રુપના સભ્યોને તથા મ્ચ્યુઅલ એઇડ પાર્ટનરોને જાણ કરવામાં આવી હતી.પોલીસ વિભાગ,ફાયર બ્રિગેડ,108 એમ્બ્યુલન્સ તથા મ્યુચ્યુઅલ રીસ્પોન્ડ તરીકે મેકેકન ઇન્ડીયા ફ્રુડસ પ્રા.લી,સેરાસેનેટરી વેર,રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ,અદાણી વીલમાર લી,અલાઇમા ઇન્ડ્રસ્ટ્રીઝ સહિતનો તમામનો ત્વરીત રીસ્પોન્સ મળ્યો હતો જેનાથી લીકેજ કંટ્રોલ કરવામાં આવ્યો હતો.

જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે, આ પ્રકારની પરિસ્તથિતિમાં તંત્રની સર્તકતા જરૂરી છે. આ મોકડ્રીલના સફળ આયોજનથી તંત્રની કામગીરી જોવા મળી છે. તેમણે ઉમેર્યું હતું કે મોકડ્રીલમાં તમામ વિભાગોનું સંકલન જરૂરી છે જે કોઇપણ ઘટના સામે પહોંચી વળવા માટે પ્રથમ પગથીયું છે.
જિલ્લા કલેકટર એમ નાગરાજને મોકડ્રીલની સમીક્ષા કરી વિવિધ અવલોકનો નોંધી જરૂરી સૂચનો આપી સંબધિત વિભાગોને માર્ગદર્શીત કર્યા હતા.મોકડ્રીલ બાદ જરૂરી અવલોકનો નોંધવા ડીબ્રીફીંગ સેસનમાં ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગ્રુપના અધ્યક્ષ એમ નાગરાજને જરૂરી માહિતી આપી હતી.મોકડ્રીલ સવારે 10.30 કલાકથી શરૂ થઇ 11.23 કલાકે પુર્ણ થઇ હતી તેમ નાયબ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થયના આર.ડી પટેલે જણાવ્યું