સ્વામિનારાયણ ગુરુકુળમાં રામનવમીની પૂર્વ સંધ્યાએ ભગવાનને પૃથ્વી ઉપર પધારવા આરાધના કરાઈ | On the eve of Ramnavami in Swaminarayan Gurukul, the Lord was worshiped to come to earth. | Times Of Ahmedabad

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિન ચૈત્ર સુદ નવમીની પૂર્વ સંધ્યાયે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વેડ રોડ સુરતમાં હજારો યુવાનો, મહિલાઓ તેમજ સંતોએ ભગવાનને પૃથ્વી ઉપર પધારવાના ભાવ સાથ કરેલ આરાધના કરી હતી. હિન્દુ કે મુસ્લિમ, બૌદ્ધ કે જૈન’ દરેક ધર્મ-સંપ્રદાયનું લક્ષ્ય હોય છે પરમપિતા પરમાત્માને પામવું. એ માટે ભક્તનો ધર્મ છે ભગવાનને રાજી કરવાનો એમ આજે વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરતમાં ચાલી રહેલા બ્રહ્મ મહોત્સવ પ્રસંગે પ્રભુસ્વામીએ કહ્યું હતું.

સંગીતના સથવારે આરાધના
ભગવાન શ્રી રામચંદ્રજી તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણ પૃથ્વી પર પધાર્યાનો દિવસ ચૈત્ર સુદ-9, હરિજયંતીના ઉપલક્ષ્યે બ્રહ્મ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર તા. 22 થી 30 દરમ્યાન રોજ રાત્રે ભક્તિ આરાધના થઈ રહી છે. સંગીતજ્ઞ સંતો સાજના સથવારે આરાધના કરાવી રહ્યા છે.

વિદ્યાર્થીઓ સહિતના એકશન ગીત રજૂ કર્યા
સ્વામી દેવ પ્રકાશદાસજી સ્વામીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે 2000 ઉપરાંત ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા યુવાનો તેમજ મહિલાઓ આરાધના અવસરમાં જોડાયેલા. કરતાલ, દાંડિયાના તાલ દ્વારા દીનભાવે સંતો, યુવાનો, મહિલાઓ ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. નરસિંહ મેહતા, મારાંબાઈ શબરીબાઇ તેમજ 200 વર્ષ પહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણના સાનિધ્યમાં પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ નંદ સંતોએ હજારો કીર્તનના પદો રચ્યા છે, ભગવાન શ્રી સ્વામિનારાયણ સન્મુખ ગાઇને પ્રેમભક્તિની ભાગીરથી વહાવી છે. આ કીર્તનોનું ગાન એકશન સાથે પ્રાર્થના કરતાં ગાયું હતું.

અન્ય સમાચારો પણ છે…