ગાંધીનગરથી પગપાળા સંઘનું પાટણના લીમ્બચ માતાના મંદિર આગમન, મૈયાને ધજા ચડાવી પોતાની બાધા પૂર્ણ કરશે | On foot from Gandhinagar, the Sangh will reach the Limbach Mata Temple in Patan, complete its barrier by offering Maya the Dhaja. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • On Foot From Gandhinagar, The Sangh Will Reach The Limbach Mata Temple In Patan, Complete Its Barrier By Offering Maya The Dhaja.

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

આદ્યશકિતની આરાધના અને ઉપાસનાનું પાવન પર્વ ચૈત્રી નવરાત્રિમાં ઉત્તર ગુજરાતના શકિતપીઠ સ્થાનકો પર શ્રધ્ધાળુઓ દ્વારા પગપાળા સંઘ યોજી મૈયાની બાધા માનતા પૂર્ણ કરવામાં આવે છે ત્યારે પાટણમાં પરંપરાગત મુજબ નાઈ સમાજનો ગાંધીનગર ખાતેથી પગપાળા સંઘ શહેરમાં પ્રવેશતા સમગ્ર વાતાવરણ ભકિતના રંગે રંગાઈ ગયું હતું.

પાટણ શહેરનાં સાલવીવાડા વિસ્તારમાં આવેલ લીંબચમાતાની પોળમાં બીરાજમાન શ્રી લીંબચ માતાનું સ્થાનક નાયી સમાજના લોકો માટે આસ્થાના કેન્દ્ર સમાન બની રહ્યું છે. નાયી સમાજના કુળદેવી શ્રી લીંબચમાતાના મંદિરે ચૈત્રી અને આસો નવરાત્રિમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી દરમ્યાન ગુજરાતના અન્ય શહેરોમાં વસતા નાયી સમાજના લોકો કુળદેવીને માથુ ટેકવા અને બાધા માનતા પૂર્ણ કરવા પગપાળા સંઘ લઈને આવતા હોય છે. ત્યારે ગાંધીનગરથી પાટણ લીંબચ માતા પગપાળા યાત્રા સંઘ પાટણ મુકામે આવી પહોંચ્યો હતો. આ સંઘ શહેરના વિવિધ વિસ્તારમાંથી પસાર થતા સંઘમાં જોડાયેલા પદયાત્રીઓએ મૈયાના ગરબાની રમઝટ બોલાવી હતી.

સંઘમાં મહિલાઓ તેમજ અન્ય પદયાત્રીઓએ મૈયાની ધજાનેજા ધારણ કરી મૈયાની ભકિતમાં લીન બનેલી જોવા મળી હતી. આ સંઘ છેલ્લા ઘણા વર્ષોથી માતાજીને ધજા નેજા ચડાવે છે. તો ચૈત્ર સુદ આઠમનાં દિવસે સંઘના પદયાત્રીઓ મૈયાને ધજા નેજા ચડાવી પોતાની બાધા માનતા પૂર્ણ કરશે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم