Wednesday, March 22, 2023

સિદ્ધપુર શહેરમાં કોરોના નો નવો એક કેસ નોંધાયો, પાટણ જિલ્લા ત્રણ કેસ એક્ટિવ | One new case of corona has been reported in Siddpur city, three active cases in Patan district | Times Of Ahmedabad

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં ચાર મહિના બાદ ફરી જિલ્લામાં કોરોનાનાં કેસ શરૂ થવા પામ્યા છે.ગત શનિવારના દિવસે પ્રથમ કોરોના નો કેસ આવ્યા બાદ બુધવારે જિલ્લાના સિદ્ધપુર શહેર માં નવો એક કોરોના નો કેસ નોંધાતા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ત્રણ થઈ છે.

સિદ્ધપુર શહેરના જૂનીદાઉદી વહોરા વાડ માં 63 વર્ષ ના પુરુષ ને ખાંસી અને તાવ જેવી બીમારીથી સંક્રમિત થતા કોરોના શંકાસ્પદ લાગતા તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો બુધવારે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોઝીટીવ કેસ જાહેર કરવામાં આવતા કોરોના નો ત્રીજો કેસ સામે આવ્યો હતો.

જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં તાવ શરદી સહિતના કોરોનાના લક્ષણો વાળા બીમાર દર્દીઓના વિવિધ સેન્ટરો ઉપર RTPCR 435 અને એન્ટીજન 1 મળી કુલ 436 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી એક પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આમ જિલ્લા અત્યારે ત્રણ કેસ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: