બ્રેઈન ડેડ વ્યક્તિના અંગોના દાનથી જરૂરિયાતમંદોના જીવનમાં ઉજાસ આવ્યો; પરિવારે બે કિડની અને આંખોનું દાન કર્યું | Organ donation from a brain dead person brightens the lives of the needy; The family donated two kidneys and eyes | Times Of Ahmedabad

કડી10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કડી તાલુકાના ભલપુરા ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા આદર પોતાના ધંધા અર્થે અમદાવાદના ભૂયંગદેવથી ચાંદખેડા તરફ જઈ રહ્યા હતા ત્યારે એકટીવા સ્લીપ ખાઈ જતા તેઓ ઘાયલ થયા હતા. સ્થાનિક લોકો દ્વારા તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓને હેલ્થ વન શીલજ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા અને આજે તેમની બે કિડની અને બે ચક્ષુનું દાન કરીને ચાર લોકોના જીવનમાં ઉજાસ પાથરવાનું ઉદાહરણ તેમના પરિવાર દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.

કડી તાલુકાના ભલપુરા ગામના વતની અને અમદાવાદ ભૂયંગદેવ વિસ્તારમાં રહેતા કાંતિ પટેલ (ઉંમર વર્ષ 57) કે જેઓ વ્યવસાયે ધંધો કરી રહ્યા હતા. પરિવાર સાથે અમદાવાદ ખાતે જ રહેતા હતા. તેઓ એકટીવા લઈને ઘરેથી નીકળ્યા હતા અને ચાંદખેડા ધંધાના કામ માટે જતા હતા જે દરમિયાન તપોવન સર્કલ પાસે અચાનક જ તેમનું એકટીવા સ્લીપ ખાઈ જતા તેમનો અકસ્માત થયો હતો. જ્યાં સ્થાનિક લોકો દ્વારા તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જ્યાં ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને શીલજની હેલ્થ વન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં મગજના ભાગે ગંભીર રીતે ઈજાઓ પહોંચતા વિવિધ રિપોર્ટો કરાવ્યા બાદ તેઓને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. તેઓને હેમરેજ થઈ જતા તેઓના મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ રિકવરી ના આવતા તેઓને 72 કલાક સુધી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. તો પણ રિકવરી ના આવતા ડૉક્ટરો દ્વારા તેઓની બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

કડીના ભલપુરા ગામના વતની કાંતિભાઈના પરિવારના હેમા પટેલ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, કાંતિ પટેલને વધુ ઈજાઓ પહોંચતા મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ડૉક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 72 કલાક સુધી રાહ જુઓ અને 72 કલાક સુધી તેઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા પરંતુ તબિયતમાં કંઈ જ સુધારો ન આવતા ડૉક્ટરો દ્વારા કાંતિ પટેલને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યાં પરિવારના વડીલો તેમજ અન્ય લોકો અંગદાન વિશે થોડું ઘણું જાણતા હતા તે બાદ કાંતિભાઈના પુત્ર અને પરિવારજનોને અંગદાન વિશે માહિતી આપવામાં આવી હતી. જે બાદ કાંતિ પટેલના કેટલાક અંગોનું દાન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટમાં કામ કરતાં કડીના ડૉ.ક્રિમા પટેલનો અમે સંપર્ક કર્યો હતો. તેઓએ પણ સમજાવ્યા બાદ કાંતિભાઈ પટેલની બે કિડનીઓ અને બે ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم