Monday, March 20, 2023

ગરુડેશ્વરમાં પોલિસ દ્વારા યુવાનને માર મારવાની ઘટના સામે રોષ; પોલીસ તેરી ગુંડાગર્દી નહિ ચલેગીના નારા લાગ્યા | Outrage over police beating of youth in Garudeshwar; Police Teri Gundgardi Nahi Chalegi slogans were heard | Times Of Ahmedabad

નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા

નર્મદા જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં તિલકવાડા અને ગરૂડેશ્વરમાં આદિવાસી યુવાનોને પોલીસ દ્વારા ઢોર માર મરાયો હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આદિવાસી યુવાનોને પોલીસ દ્વારા માર મારવાની ઘટના સામે નર્મદા જિલ્લા આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ગરુડેશ્વરમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ એક આદિવાસી વિદ્યાર્થીને મિતેશ તડવીને ઢોર માર માર્યો હોવાની ઘટના વિરુદ્ધ ગરૂડેશ્વરમાં આદિવાસી આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઘટનાના વિરોધમાં ગરુડેશ્વરમાં ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીય આદિવાસી આગેવાનો અને સામાજીક આગેવાનોએ જંગી રેલી કાઢી ગરૂડેશ્વર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. “હાય રે પોલીસ હાય હાય, પોલીસ તેરી તાનાશાહી નહિ ચલેગી, પોલીસ તેરી ગુંડાગર્દી નહિ ચલેગી” ના નારા સાથે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, નર્મદા ભાજપ મહામંત્રી, નર્મદા ભાજપ મહિલા મોરચા પ્રમુખ જયશ્રી ધામેલ, ભાજપ આગેવાન દિનેશ તડવી, ગુજરાત કોંગ્રેસ આદિવાસી મોર્ચા ઉપપ્રમુખ રણજીત તડવી, શૈલેષ તડવી સહિતના આગેવાનો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને પોલીસની તાનાશાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આદિવાસી આગેવાનોએ જણાવ્યું હતું કે, પોલીસ નિયમ મુજબ દંડ ઉઘરાવવાની જગ્યાએ કાયદાનો ભંગ કરી માર પીટ કરે છે. પોલીસ કોન્સ્ટેબલ અતુલ ગણપત વસાવા, તથા એમના મદદગાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવે. તથા પોલીસની દમનગીરી બંધ થાય, ગરીબ આદિવાસી વિરુદ્ધ અત્યાચાર અટકે એવી અમારી માગ છે. જો અમારી આ માગને ધ્યાનમાં નહિ લેવાય તો આંદોલન કરીશું.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.