અમદાવાદ PCBએ માધુપુરાની એક લિંકથી 1800 કરોડનો ક્રિકેટનો સટ્ટો ઝડપ્યો, સિંગાપુર-દુબઈ સુધી મૂળિયાં | After three days Ahmedabad PCB came up with Gujarat's biggest cricket betting account of Rs 1800 crore | Times Of Ahmedabad

અમદાવાદ20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાતમાં ક્રિકેટ સટ્ટામાં અત્યાર સુધીનો સૌથી મોટો ક્રિકેટ સટ્ટો અમદાવાદ PCBએ ઝડપી પાડ્યો છે. PCB છેલ્લા ઘણા મહિનાથી કંપનીના એકાઉન્ટમાં કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થતું હોવાની બાતમી મળી હતી. જે સંદર્ભે PCBને માધુપુરા વિસ્તારમાં એક કડી મળી અને એક બે નહીં પણ 1800 કરોડના હિસાબ મળી આવ્યા છે. અત્યાર સુધીના સટ્ટાના રેકેટમાં PCBને સૌથી મોટી સફળતા મળી છે. આ તમામ રૂપિયાનો હવાલો સિંગાપુર અને દુબઇ હવાલા મારફતે થતો હતો. તેમજ ઘરે સામાન્ય વ્યક્તિના એટલે કે કોઈ અજાણ્યા વ્યક્તિના એકાઉન્ટમાંથી રૂપિયા કંપનીના એકાઉન્ટમાં જતા હતા. આ કંપનીઓ સટ્ટો રમવા માટે ઉપયોગમાં લેવાતી હતી.

સૌથી મોટા ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ
ગુજરાતના ઇતિહાસમાં ક્રિકેટ સટ્ટામાં સૌથી મોટા વ્યવહારનો પર્દાફાશ અમદાવાદ પીસીબીએ કર્યો છે. અમદાવાદ પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને માહિતી મળી હતી કે, કેટલીક કંપનીઓની અંદર કરોડોના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યાં છે અને તે સામાન્ય વ્યક્તિના એકાઉન્ટમાંથી આવી રહેલા પૈસા છે. પરંતુ આ તમામ રૂપિયા સટ્ટા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ સટ્ટાની પોલીસ તપાસ કરવા માટે પ્રયાસ કરી રહી હતી તે સમયે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા સુમિલ કોમ્પલેક્સમાં પીસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. પીસીબીએ અહીં રેડ કરી ત્યારે સાત મોબાઇલ, 3 લેપટોપ, 536 ચેકબુક, 538 ડેબિટ કાર્ડ, 14 પીઓએસ મશીન, 193 સીમકાર્ડ, સાત પાનકાર્ડ, 83 કંપનીના સિક્કા, 20 ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ અને રોકડ મળીને 3.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ચાર આરોપીની ધરપકડ, 16 આરોપીઓ ફરાર
પોલીસે જિતેન્દ્ર હીરાગર, સતીશ પરિહાર, અંકિત ગેહલોત અને નીરવ પટેલની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાંથી 3 આરોપી મૂળ રાજસ્થાનના છે. જ્યારે 16 આરોપીઓ ફરાર છે. જેમાં દુબઇ, સિંગાપુર સહિત અલગ અલગ રાજ્યના છે. 16 ફરાર આરોપીઓની પણ પોલીસે શોધખોળ શરૂ કરી કરી છે. સમગ્ર મામલે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસ કમિશનર દ્વારા સુપરવિઝન પણ કરવામાં આવી રહ્યું છે.

ટ્રાન્ઝેક્શન 1800 કરોડ સુધી પહોંચ્યું
આ અંગે પીસીબી પીઆઇ તરલ ભટ્ટે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ઘણા સમયથી ઇન્ટરનેશનલ એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થતા હતાની બાતમી અમને મળી હતી. આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, તેઓ સામાન્ય વ્યક્તિના એકાઉન્ટ એટલે કે કોઈ ખાનગી વ્યક્તિના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરતા હતા. ત્યારબાદ સટ્ટો રમાડનાર લોકોના એકાઉન્ટ સુધી પહોંચતા હતા. આ ટ્રાન્ઝેક્શન 1800 કરોડ સુધી પહોંચ્યું છે.

અમને આ સમગ્ર કેસનું પંચનામું કરતા જ ત્રણ દિવસથી વધુ સમય લાગ્યો છે અને ઇન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ થયો છે. હવે આ સમગ્ર હવાલા તેમજ રોકડ ટ્રાન્ઝેક્શન સંદર્ભે તપાસ હાથ ધરી છે તેની સાથે લોકલ અને અન્ય બેંક એકાઉન્ટ પણ સામે આવતા હજારો કરોડમાં ફસાયેલા લોકો પણ સ્પષ્ટ થશે. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા આ સંદર્ભે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post