ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં કોન્ટ્રાક્ટર દ્વારા કીચડ ઠાલવી દેવાતા લોકો પરેશાન, કાર્યવાહી કરવાની માગ | People disturbed by dumping of mud by contractor in Bharuch's hostel ground, demand action | Times Of Ahmedabad

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડમા બેરોકટોક કાદવ કીચડ નાખવામાં આવતા સમગ્ર હોસ્ટેલ ગ્રાઉન્ડ ગંધાઈ ઉઠ્યું છે. પોતાનું આરોગ્ય જાળવવા માટે મોર્નિંગ વોક કરવા આવતા લોકો દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર કાદવકિચડનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. કાદવ કીચડ આવે છે ક્યાંથી આવે છે તેની વિગત જોતા સેવાશ્રમ રોડ પર ભરૂચ નગરપાલિકા દ્વારા ગટરનું કામકાજ ચાલી રહ્યું છે. જે પૂર્ણ થતા વરસાદનાં સમયમા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનો નિકાલ થશે તેવો દાવો નગરપાલિકા દ્વારા કરવામા આવ્યો છે.આ પ્રોજેક્ટનુ કામ કરતા કોન્ટ્રાકટર કામ કરતા જે કાદવ કીચડ નીકળે છે તેનો નીકાલ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર બેરોકટોક કરવામા આવી રહ્યો છે. વાસ્તવમાં નગરપાલિકા દ્વારા જ કોન્ટ્રાકટરને આમ ન કરવા તાકીદ કરવી જોઈએ તેમજ દંડ પર કરવો જોઇએ. હાલમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ પર આરોગ્યની જાળવણી માટે મોર્નિંગ વોક કરવા આવતા લોકો આક્રોશ સાથે એમ જણાવી રહ્યા છે કે માથું ફાડી નાખે તેવી દુર્ગંધ સહન કરવી પડી રહી છે. પર્યાવરણ જાળવણીના નિયમોના ધજાગરા ઉડી ગયા છે ત્યારે તંત્ર ઘ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા સામે કડકમાં કડક પગલા ભરવામાં આવે તેવી લોકમાંગ ઉભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post