الثلاثاء، 28 مارس 2023

નડિયાદના ડભાણ બસ સ્ટેન્ડ પાસેના ઢાળ નજીક ટ્રેલર ટ્રક દુકાનમાં ઘૂસતા લોકોના જીવ અધ્ધર થયા, એક કેબીન કાટમાળમાં ફેરવાઈ ગઈ | People lost their lives when a trailer truck rammed into a shop near a slope near Dabhan bus stand in Nadiad, a cabin was reduced to rubble. | Times Of Ahmedabad

નડિયાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

નડિયાદ તાલુકાના ડભાણ ગામના બસ સ્ટેન્ડ પાસેના ઢાળ નજીક ટ્રેલર ટ્રક કાચી દુકાનમાં ઘૂસતા અફડાતફડી મચી જવા પામી છે. આ બનાવમા કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી પણ કાચી દુકાનના પતરા તૂટી ગયા છે. તો એક બંધ કેબીનનો લોચો વાળી દીધો છે.

પાર્ક કરેલ વાહન ચાલુ હાલતમા હોય એકાએક ઢાળ પરથી ગગડ્યુ
ડભાણ ગામ પાસેથી અમદાવાદ-મુંબઈને જોડતો નેશનલ હાઈવે પસાર થાય છે. આ હાઈવે પર છાશવારે ગમખ્વાર અકસ્માતો થાય છે. મંગળવારની બપોરે આ હાઈવેના ડભાણ ગામ પાસેના ઢાળ પરથી એક બેકાબુ ટ્રેલર ટ્રક સીધી બસ‌ સ્ટેન્ડના ઢાળ પરથી ગગડી કાચી દુકાનમાં ઘૂસી ગઈ હતી. આ ટ્રેલર ટ્રકે એક બંધ કેબીનને પણ લોચો વાળી દીધો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રેલર ટ્રકનો ચાલક ખેડા તરફના હાઈવે પરથી ડભાણ બસ સ્ટેન્ડના ઢાળ પાસે વાહન પાર્ક કરી નજીક આવેલ દુકાને સરનામું પુછવા જતાં વાહન ચાલુ હાલતમા હોય એકાએક ઢાળ પરથી ગગડ્યુ હતુ અને સામેની કાચી દુકાન અને કેબીનમા ઘૂસી ગઈ હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. પણ થોડા સમય માટે સ્થાનિકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

બે ધ્યાન કરતા સાઈન બોર્ડના કારણે આવી ઘટનાઓ બને છે
મહત્વનું છે કે, આ હાઈવેના ખેડા તરફથી આવતાં અજાણ્યા વાહન ચાલકોને નડિયાદ તરફ વળવા માટે ડભાણ ગામ પહેલા અગાઉ સાઈન બોર્ડ મુકાયું છે. જેના કારણે અજાણ્યા વાહન ચાલકો અજાણથી ડભાણ ગામનો ઢાળ ઉતરી જાય છે અને ડભાણ ગામના બસ‌ સ્ટેન્ડ વટાવી આગળ નડિયાદ તરફ વળી રહ્યા છે. અગાઉ પણ અહીયા આવા અનેક નાના મોટા અકસ્માતો થયા છે. હાઈવે ઓથોરીટી આ મામલે કોઇ નક્કર પગલા ભરે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.