ધ્રાંગધ્રાના હરિપર-વસાડવા વચ્ચે પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી પડી જતા એક વ્યકિતનું મોત | A person died after falling from the Puri-Gandhidham Express train between Haripar-Vasadwa in Dhrangdhra. | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર43 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હરીપર વસાડવા વચ્ચે ચાલુ ટ્રેને પડી જતા રેલવે ટ્રેકમાં આવી જવાથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. જેમાં પૂરીથી ગાંધીધામ જતી એક્સપ્રેસ ટ્રેનમાં આધેડનું ચાલુ ટ્રેને પડી જતા મોત નિપજ્યું હતુ. એના મોબાઈલ નંબરના આધારે તપાસ કરાતા મરણ જનારો મુળ,રહેવાસી ઓરિસ્સા, જિલ્લો કટક હોવાનું બહાર આવ્યું હતુ.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરીપર વસાડવા વચ્ચે રેલ્વે સ્ટેશન વચ્ચે પૂરીથી ગાંધીધામ જતી એક્સપ્રેસ ટ્રેનમાં આધેડનું ચાલુ ટ્રેને પડી જતા માથાના ગળાના તથા હાથ, પગ અને પેટ વિગેરે જગ્યાઓ ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. ત્યારે ધ્રાંગધ્રા રેલ્વે પોલીસ જીઆરપી, એએસઆઇ દિનેશભાઈ તથા હિતેશભાઈ આ ઘટના અંગેની જાણ થતા તાકીદે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી.

ત્યારે આ ‍અંગે વધુ તપાસ કરાતા મરણ જનારી વ્યક્તિ પાસેથી નિકળેલા મોબાઈલ નંબરના આધારે તપાસ કરાતા મરણ જનારો મુળ,રહેવાસી ઓરિસ્સા, જિલ્લો કટક હોવાનું બહાર આવ્યું હતુ. અને રેલ્વે પોલીસ જીઆરપી, એએસઆઇ દિનેશભાઇ દ્વારા પરિવાર સાથે વાત કરાતા પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું કે, તેઓ એમના સગા કાકા છે અને એમની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે તેઓ ત્યાં આવી શકે એમ ન હોવાથી એમની અંતિમ ક્રિયાની વિધિ પણ પોલીસને કરાવી આપજોની વિનંતી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post