પેટલાદ પાલિકાના કાઉન્સીલરને તડીપાર કરાતાં તેના ભાઈએ કાયદો હાથમાં લીધો, પીડિતાના પતિ પર હુમલો કરાયો | Petlad Municipal Councilor's Brother Takes Law After Manslaughter, Victim's Husband Assaulted | Times Of Ahmedabad

આણંદએક કલાક પહેલા

  • કૉપી લિંક

પેટલાદ પાલિકાના કાઉન્સીલરે એક પરિણીતા પર દૂષ્કર્મ કર્યું હતું. જેના કારણે તેને તડીપાર કરવામાં આવ્યો હતો. જોકે, આ કેસ પરત ખેંચવા કાઉન્સીલરના ભાઈએ પરિણીતાના પતિ પર હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી હતી.

પેટલાદમાં રહેતી પરિણીતાનો પતિ જેલમાં હતો તે દરમિયાન કાઉન્સીલર રિફાકત મુખ્તીયાર પઠાણે તેની એકલતાનો લાભ લઇ દૂષ્કર્મ ગુજાર્યું હતું. આ સંદર્ભે રિફાકત સામે ગુનો પણ નોંધાયો હતો. હાલ તેને તડીપાર કરવામાં આવ્યો છે. દરમિયાનમાં 29મી માર્ચના રોજ પરિણીતાનો પતિ જાવદ ચોક પાસે દુકાન પાસે હતો. તે વખતે રિફાકત પઠાણનો મોટો ભાઈ સાજીદ મુખ્તીયાર પઠાણ ત્યાંથી પસાર થયો હતો અને પરિણીતાના પતિને ધમકી આપવા લાગ્યો હતો કે, મારા ભાઇ પર કેસ કરેલો હોય જેથી તે તડીપાર છે. તું કેસ પાછો ખેંચી સમાધાન કરી લે. જોકે, પરિણીતાના પતિએ સમાધાન કરવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા સાજીદને તેને મારમારવા લાગ્યો હતો. આથી, આસપાસના લોકો દોડી આવતા બન્નેને જુદા પડાવ્યાં હતાં. આ અંગે પરિણીતાના પતિએ પેટલાદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post