સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક
સગીરા ધો.10 બોર્ડની પરીક્ષાના બધા પેપર ન આપી શકી (ફાઈલ તસવીર)
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની સગીર વયની દીકરીએ પોતાના ઘરમાં એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જ્યાં જાણવા મળ્યું હતું કે, પ્રેમી દ્વારા તેણીના ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી સમાજમાં બદનામ કરવામાં આવતાં તેણીએ આ પગલું ભર્યું હતું. જેથી પોલીસે પ્રેમીની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.
મિત્રતા કેળવી ફોટો પાડ્યા હતા
પાંડેસરા પોલીસથી મળતી વિગતો મુજબ બમરોલી વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા 15મીએ બપોરે ઘરે એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરે છે. પિતા સહિત પરિવારજનો તેણીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયાં હતાં. આ બનાવમાં પાંડેસરા પોલીસે પ્રદિપ રામજાગીર યાદવ (રહે.ઉમિયાનગર પાંડેસરા)વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોધી છે. પાંચેક મહિના અગાઉ પ્રદિપ યાદવે સગીરા ટયુશન જતી હતી ત્યારે પીછો કરી મિત્રતા કેળવી હતી. બાદમાં મોબાઈલમાં સેલ્ફી લઈ લીધી હતી.
ફરવા આવવાનું કહી દબાણ કરતો હતો
આરોપી પ્રદિપ યાદવ ગત તારીખ 15મીએ પોતાની સાથે ગાર્ડનમાં ફરવા આવવા સગીરા પર દબાણ કરતો હતો. પરંતુ સગીરાએ ના પાડતા આરોપીએ તેણીને બદનામ કરવાના ઈરાદે તેની સાથે પાડેલા ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરીને વાઈરલ કર્યા હતાં. જેથી સગીરાની સમાજમાં બદનામી થતા તેણીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
બોર્ડના પેપર ન આપી શકી
સગીરાએ એસિડ પી આત્મહત્યાની કોશિષ કરી હતી. જેથી તેણી હાલ 10માં અભ્યાસ કરતી હોવાથી બોર્ડની પરીક્ષાના બે પેપર પણ આપ શકી નહોતી. હાલ પાંડેસરા પોલીસ દ્વારા આરોપી પ્રદિપ યાદવ વિરુદ્ધ છેડતીનોગુનો નોંધી તેની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.