અમરેલી25 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદમાં આજથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે. મેચના પ્રારંભ સમયે ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન હાજર રહ્યા હતા. આજે પીએમ મોદી જ્યારે અમદાવાદન મહેમાન બન્યા હતા ત્યારે અમરેલી ભાજપના નેતા ડો. ભરત કાનાબારે ક્રિકેટની ભાષામાં એક ટ્વિટ કરી પીએમ મોદીને આવકાર્યા હતા. પીએમ મોદીને ગરીબોના ‘બ્રેડ’મેન ગણાવ્યા હતા.
ડો. ભરત કાનાબારે ટ્વિટ કરી મોદીને આવકારતા લખ્યું હતું કે,ક દેશના ગરીબોના ‘બ્રેડ’મેન મોદીજી આજે મોટેરામાં!. ચૂંટણીની ગમે તેવી ટર્ન લેતી પીચ પર જેમણે વિરોધીઓના ગુગલી કે બાઉન્સર પર ચોક્કા અને છક્કા ફટકાર્યા અને રાજનીતિના મહારથી બોલરેને પણ કાયદેસર ધોકાવી નાખ્યા છે.
મહત્વનું છે કે, અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને નેતા ડો. ભરત કાનાબારને ટ્વિટર પર પીએમ મોદી ફોલો કરે છે. ડો. કાનાબાર ગુજરાત સહિત દેસના વિવિધ પ્રશ્નોને લઈ પીએમ મોદીને ટેગ કરી ટ્વિટ કરતા રહે છે.