Tuesday, March 28, 2023

ચીખલીના ફડવેલ ગામમાં નર્સરીમાં ઘૂસેલા દીપડાનું મોત, ન્યૂમોનિયા થયુ હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું | Pneumonia was the primary cause of death of a leopard that entered a nursery in Chikhli's Phadvel village. | Times Of Ahmedabad

નવસારી2 કલાક પહેલા

  • કૉપી લિંક

નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં દીપડો દેખાવાના બનાવો વધ્યા છે. ગ્રામજનો પણ દીપડાની લટારથી ટેવાઇ ગયા હોય તેમ નવાઈ રહી નથી. ત્યારે ચીખલી તાલુકાના ફાડવેલ ગામે દીપડો રહેણાક વિસ્તારમાં ઘૂસી જતાં નાસ ભાગ મચી હતી. ગામના એક કાચા મકાનના બાથરૂમમાં ઘૂસી ગયેલા દીપડાને બહાર કાઢવા સૌ કોઈ મથતા હતા. જોકે, દીપડો ત્યાં જ મોતને ભેટ્યો હતો.
નર્સરીમાં દીપડાનું ભેદી સંજોગોમાં મોત થયું હતું. જેની જાણ ગ્રામજનોએ વન વિભાગને કરતા મૃતદેહનો કબ્જો લઈને મોતના કારણની ઊંડી તપાસ શરૂ કરી હતી. જેમાં પોસ્ટમોર્ટમ કરતા દીપડાને ન્યૂમોનિયા થતા મૌત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. જો કે, ફોરેન્સિક વિંભાગમાં મોકલેલા રિપોર્ટ આવ્યા બાદ મોતનું સચોટ કારણ બહાર આવશે.
​​​​​​​દીપડા કેમ માનવ વસ્તી તરફ વધી રહ્યા છે?
ડાંગ જિલ્લામાંથી ધીરે ધીરે દીપડાની પ્રજાતિ નવસારી જિલ્લા તરફ સ્થળાંતરિત થઈ રહી છે નવસારી જિલ્લામાં શેરડીના ખેતરોમાં દીપડાને હુંફ મળે છે તો સાથે જ પૂર્ણા કાવેરી અને અંબિકા નદીમાંથી પીવાના પાણીની જરૂરિયાત સંતોષાય છે ત્યારે પરિવાર સહિત દીપડાઓ અહીં મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. દીપડાઓ અત્યાર સુધી નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં જ મોટી સંખ્યામાં જોવા મળતા હતા પરંતુ હવે પશ્ચિમ વિભાગના ગામડાઓમાં પણ દીપડાની દહેશત વધી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: