વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક

વલસાડના ઉમરગામ GIDC ખાતે ડોમ્સ કંપનીમાં વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉમરગામ પોલીસ મથક સહિત સરકારી કચેરીઓમાં ફરજ બજાવતી મહિલાઓ અને કંપનીમાં કામ કરતી મહિલાઓનું સન્માન અને તેમણે કરેલા સંઘર્ષ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યાં હતા. ઉમરગામ પોલીસ મથકના મહિલા પોલીસે મહિલાઓના હક્ક અને અધિકારનું રક્ષણ અંગે જાગૃત કર્યા હતા.

વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCમાં આવેલી ડોમ્સ કંપનીમાં વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા દિન નિમિત્તે ઉમરગામ તાલુકામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલા પોલીસ જવાનો અને કંપનીમાં કામ કરતી મહિલાઓનું સન્માનિત કરવાનો કાર્યક્રમ સાથે મહિલાઓને તેમના હક્ક અધિકાર અંગે જાગૃત કરવામાં આવ્યાં હતા. મહિલાઓના હકોનું રક્ષણ થાય અને મહિલાઓ જાગૃત બને તે માટે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે.

મહિલાઓને કાયદા અંગે જાગૃત કરવામાં આવી હતી. મહિલાઓને મહિલા હેલ્પલાઇન 181 અને અન્ય કાયદાઓ અંગે જાગૃત કરવામાં આવી હતી. ઉમરગામ મહિલા પોલીસે કરેલા સ્ટ્રગલ અંગે મહિલાઓને જાણકારી આપીને મહિલાઓ માટે પ્રેરણા શ્રોત બન્યા હતા. ડોમ્સ કંપનીની મહિલા કામદારોનું અને મહિલા પોલીસ કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વલસાડ અને ઉમરગામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને મહિલા પોલીસ કર્મચારી પણ ઉપસ્થિત રહ્યા હતા.

મહિલાઓને પડતી મુશ્કેલીઓના સમયે મહિલાઓએ શું કરવું જોઈએ તેની માહિતી પૂરીપાડી હતી. આ કાર્યક્રમમાં ઉમરગામ પોલીસ મથકના પી આઈ વડવી. ઉમરગામ પોલીસ મથકના પીએસઆઈ હાથલીયા પી આઈ ડીડી રાઠોડ. વલસાડ મહિલા પોલીસ સ્ટેશન. પીએસઆઈ મહિલા પોલીસ સ્ટેશન વલસાડના PSI સીડી ડામોર. તેમની સાથે અન્ય મહિલા પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.







