Tuesday, March 7, 2023

ભાવનગરમાં મેયરના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી | Pradhan Mantri Bharatiya Jan Aushadhi Day was celebrated in Bhavnagar under the chairmanship of Mayor | Times Of Ahmedabad

ભાવનગર22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાવનગરની સર ટી. હોસ્પિટલની નર્સિંગ કોલેજ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંર્તગત પાંચમા ઔષધિ દિવસની ઉજવણી મેયર કીર્તિબાળા દાણીધારીયાના અધ્યક્ષસ્થાને યોજાયો.

જન ઔષધિ સસ્તી ભી અચ્છી ભી
વડાપ્રધાનની પહેલ પર યોજના વિશે જાગૃતિ વધારવા અને જેનેરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 7મી માર્ચે “જન ઔષધિ દિવસ” ઉજવવામાં આવે છે. આ વર્ષે 5મો જન ઔષધિ દિવસ ”જન ઔષધિ સસ્તી ભી અચ્છી ભી“ ની સુચિત થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો. જે માટે 1 માર્ચથી 7 માર્ચ 2023સુધી ભાવનગર જિલ્લાના તમામ PHC , CHC ,SDH , DH ,Nursing School ખાતે એક અઠવાડિયા સુધી ગુણવત્તાયુકત જેનેરિક દવાઓની જાગરૂકતા ઉભી કરવા અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

શોર્ટ ફિલ્મનું નિદર્શન સૌએ નિહાળ્યું
5મો ઔષધિ દિવસની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનની સાફલ્યગાથાની શોર્ટ ફિલ્મનું નિદર્શન સૌએ નિહાળ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત લાભાર્થીઓ પોતાના અનુભવો વ્યકત કરતા ભારતીય જન ઔષધિ પરિયોજના છેવાડાના લોકો માટે આશિર્વાદરૂપ થઈ હોવાનું જણાવી જન જન સુધી યોજના પહોચાડવા અપીલ કરી હતી. આ અભિયાન અંતર્ગત અંતિમ દિવસે તા.7 માર્ચના રોજ સર ટી. હોસ્પિટલ ભાવનગરની નર્સિંગ કોલેજ ખાતેથી નર્સિંગ કોલેજના ઓડિટોરિયમ હોલમાં કાર્યક્રમ યોજાય બાદ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
આ તકે ડેપ્યુટી મેયર કૃણાલ કુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, જીલ્લા કલેક્ટર ડી.કે.પારેખ, મ્યુનિસિપલ કમિશનર એન.વી.ઉપાધ્યાય, સર ટી.હોસ્પિટલ અધિક્ષક જયેશ બહ્મભટ્ટ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડી.ચંદ્રમણી કુમાર, એમ.ઓ.એચ ડો.આર.કે.સિંહા, જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો.કોકિલાબેન સોલંકી સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: