- Gujarati News
- Local
- Gujarat
- Bharuch
- Pradhan Mantri Bharatiya Jan Aushadhi Day Celebrated At Bharuch, Quality, Cheap And Effective Generic Medicine A Boon To Common Man
ભરૂચએક કલાક પહેલા
- કૉપી લિંક

ભરૂચ જિલ્લાની જનરલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંર્તગત 5મો ઔષધિ દિવસની ઉજવણી અધિક જીલ્લા કલેક્ટર એન. આર. ધાંધલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાંની શરૂઆત દીપપ્રાગટય કરી ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ સાથે પુસ્તક આપી અભિવાદન કરાયું હતું. અધિક જીલ્લા કલેક્ટર એન. આર. ધાધલે કાર્યક્રમમાં કહ્યું હતુ કે, ગુણવત્તાયુકત, સસ્તી અને અસરકારક દવા સામાન્યજન માટે આશિર્વાદરૂપ છે.
5મો ઔષધિ દિવસની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનની સાફલ્યગાથાની શોર્ટ ફિલ્મનું નિદર્શન સૌએ નિહાળ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત લાભાર્થીઓ પોતાના અનુભવો વ્યકત કરતા ભારતીય જન ઔષધિ પરિયોજના છેવાડાના લોકો માટે આશિર્વાદરૂપ થઈ હોવાનું જણાવી જન જન સુધી યોજના પહોચાડવા અપીલ કરી હતી.

મેડિકલ કોલેજના ડીન કે.સી. પટેલે જણાવ્યું હતું કે, સારા સ્વાસ્થ્યને માનવ જીવનના સુખોમાં સર્વોચ્ચ સ્થાન અપાયેલું છે. તેથી આરોગ્ય સેવાઓ મેળવવી એ માનવ અધિકારો પૈકીની એક અગણ્ય બાબત છે. સારા આરોગ્ય માટે જીવનરક્ષક દવાઓ અનિવાર્ય બની છે. ત્યારે પ્રધાનમંત્રી ભારતીય જનજન ઓષધી પરિયોજના તેનું ઉત્તમ ઉદાહરણ છે.

યોજના વધુ લોકાભિમુખ બને તે જરૂરી છે. નર્મદાના નીરનો અવિરત પ્રવાહ જેમ વહેતો રહે એ પ્રમાણે આ યોજનાનો લાભ લોકો સુધી અવિરત વહેતો રહે તે જરૂરી છે. ઉપસ્થિત લોકોને જન -જન સુધી જેનરીક દવા વિશે માહિતિ પોહચાડવા અરજ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા, જિલ્લા આરોગ્ય તબીબી ઇન્ચાર્જ, આરોગ્ય વિભાગના અધિકારીઓએ તેમજ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, ડોક્ટરો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.