બનાસકાંઠા (પાલનપુર)6 મિનિટ પહેલા
- કૉપી લિંક
બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની એકમાત્ર સંસ્થા બનાસ મેડીકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર અત્યંત આધુનિક તબીબી સારવાર આપવમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં મોખરે છે. બનાસ મેડીકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરીના જણાવ્યા પ્રમાણે બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે તમામ વિભાગોમાં ઉત્કૃષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સલ્લા ગામના વતની નીપાબેનને અધૂરા માસે પ્રસુતિની પીડા ઉપડતા તત્કાલીન 108 એમ્બ્યુલન્સ મારફતે બનાસ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે લાવવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં પી.એન.સી વોર્ડના તબીબો દ્વારા કેશની ગંભીરતાને ધ્યાને રાખીની સાડા સાત માસે સીઝેરિયન કરી બાળકને જન્મ આપ્યો હતો. જે બાદ બાળકને એસ.એન.સી.યુ વોર્ડ દાખલ કરવામાં આવ્યું હતું. જોકે બાળકનો અધૂરા માસે જન્મ થયો હોઈ જન્મ બાદ બાળક રડ્યું નહોતું અને બાળકનું વજન પણ ઓછુ હતું તેમજ અધૂરા માસે જન્મના લીધે બાળકના ફેફસાં પણ કમજોર હતા. જેના લીધે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. બાળકના જન્મ સમયે 1.6 કિલો વજન હતું. જેના લીધે બાળકને વોર્મર કાચની પેટીમાં દાખલ રાખીને શ્વાસોશ્વાસની તકલીફના લીધે સી-પેપ મશીન ઉપર રાખી ઈન્જેકશનો ચાલુ કરવામાં આવ્યા હતા. ટુંકા જ સમયની તબીબી સારવાર બાદ બાળકની શ્વાસોશ્વાસની તકલીફ ઓછી થતા સી- પેપ મશીન કાઢીને પાંચ દિવસ સુધી ઓક્સિજન ઉપર રાખવમાં આવ્યું હતું. પરંતુ બાળકને ચેપ લગતા સારવાર માટે ભારે ઈન્જેકશનો ડોઝ આપવામાં આવ્યો હતો. ધીમેધીમે બાળકની હાલતમાં સુધારો આવતા નળી દ્વારા માતાનું ધાવણ આપવામાં આવ્યું હતું. તમામ પ્રકારની નિશુલ્ક તબીબી સારવાર બાદ બાળક સ્વસ્થ થતા અઢારમાં દિવસે રજા આપવામાં આવી હતી.