Wednesday, March 15, 2023

જૂનાગઢ-ભેસાણ રોડ પર બાઈકને અડફેટે લેતા ખાનગી કોલેજના પ્રોફેસર અને વિદ્યાર્થીનું મોત | Private college professor and student killed after hitting bike on Junagadh-Bhesan road | Times Of Ahmedabad

જુનાગઢ26 મિનિટ પહેલા

જૂનાગઢના ભેસાણ રોડ પર આજે એક કાળમુખા ડમ્પરના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર ખાનગી કોલેજના પ્રોફેસર અને વિદ્યાર્થીના મોત નિપજ્યા હતા. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ-ભેસાણ રોડ પરથી ખાનગી કોલેજના પ્રોફેસર અમોલક ઉભદિયા અને વિદ્યાર્થી પાર્થ વેકરિયા બાઈક પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ ડમ્પર ચાલકે ટક્કર મારતા બંને રસ્તા પર પટકાયા હતા. ગંભીર ઈજાઓ થતા બંનેના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી બંનેની લાશનો કબજો લઈ પીએમ માટે ખસેડી હતી. પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…