ખંભાળિયામાં કોંગી કાર્યકરો દ્વારા વિરોધ; સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સ્ટેટના રાજાને નિમંત્રણ; સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા... | Protests by Congolese activists in Khambhali; Invitation to the King of the State to attend the Saurashtra Tamil Sangam programme; Students of St. Xavier's School felicitated... | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Protests By Congolese Activists In Khambhali; Invitation To The King Of The State To Attend The Saurashtra Tamil Sangam Programme; Students Of St. Xavier’s School Felicitated…

દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા

  • કૉપી લિંક

ખંભાળિયામાં કોંગી કાર્યકરો દ્વારા વિરોધ…
વયનાડ લોકસભાના અધ્યક્ષ રાહુલ ગાંધીને તાજેતરમાં તેમના સાંસદ તરીકેના સભ્યપદ પરથી દૂર કરાતા આ બાબતથી સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા આ બાબતને ભાજપની રાજનીતિ ગણાવી, ઠેર-ઠેર ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરવા બાબતે વિરોધ વ્યક્ત કરી, ખંભાળિયા જોધપુર ગેઈટ ચોક વિસ્તારમાં ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સત્યથી ડરેલી ભાજપ સરકાર હવે કોંગ્રેસને શાંતિપૂર્ણ રીતે ધારણાં પણ કરવા દેતી નથી તેવા આક્ષેપ કોંગી કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા હતા. સાથે ખંભાળિયામાં પોલીસ દ્વારા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવતા આ બાબતે અહીંના કોંગી કાર્યકરોએ ઉગ્ર રોષની લાગણી પ્રદર્શિત કરી છે. અહીં વિરોધ વ્યક્ત કરતા કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીન ગજ્જન, સારાબેન મકવાણા, જીવા કનારા, નાગાજણ ગઢવી, ભરત વાઘેલા, અરજણ કણજારીયા, હિતેશ જોશી, સંજય આંબલીયા, કાંતિ નકુમ, હિતેશ નકુમ સહિતના કાર્યકરો જોડાયા હતા.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સ્ટેટના રાજાને નિમંત્રણ
ગુજરાતમાં આગામી તા. 17 એપ્રિલથી યોજવા જઈ રહેલા ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને આમંત્રણ આપવા માટે તમિલનાડુના 9 શહેરોમાં વિવિધ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તમિલનાડુમાં ગુજરાતના મંત્રી કુંવરજી બાવળિયા આ રોડ શો માટે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી બાવળિયાએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તન્જાવર સ્ટેટના રાજા બાબાજી ભોંસલેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વતી તન્જાવર પેલેસ ખાતે રૂબરૂ મળીને નિમંત્રણ પાઠવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીએ રાજા બાબાજી ભોંસલેનો ખાસ આભાર માનતા જણાવ્યું હતું કે, લગભગ એક હજાર વર્ષ પહેલાં જ્યારે સૌરાષ્ટ્રના લોકો મદુરાઈ ખાતે આશરો શોધવા આવેલા ત્યારે મદુરાઈ સ્ટેટે આપેલા આશરા, પ્રેમ અને સહયોગના કારણે અહીં સૌરાષ્ટ્ર તમિલ સમાજ માત્ર વસ્યો નથી, પણ દૂધમાં સાકરની જેમ ભળીને ઘણી પ્રગતિ કરી છે. સાથે સાથે તમિલનાડુના વિકાસમાં પણ આ સમાજે ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. ગુજરાતી પરિવારોની આ સફળતા રાજાના મીઠા આવકારથી સાર્થક થઈ હોવાથી ગુજરાત રાજાનું સન્માન કરવા ઈચ્છે છે. જેથી ગુજરાતના નિમંત્રણને સ્વિકારી ગુજરાતમાં યોજાનારા કાર્યક્રમમાં સહભાગી થવા માટે મંત્રી બાવળિયાએ આગ્રહપૂર્વક અનુરોધ કર્યો હતો.

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા…
ખંભાળિયાની જાણીતી શૈક્ષણિક સંસ્થા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ તાજેતરમાં વિવિધ ક્ષેત્રમાં યોજાયેલી સ્પર્ધાઓમાં ગોલ્ડ તથા સિલ્વર સહિતના મેડલો ઉપરાંત અન્ય પારિતોષિકો હાંસલ કરતા અહીંની સ્કૂલ ખાતે તેઓને સન્માનિત કરવાનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલી અને અહીંની પ્રથમ હરોળની શૈક્ષણિક સંસ્થા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ દ્વારા આજરોજ શાળા પરિસર ખાતે વિદ્યાર્થીઓને વિવિધ પ્રદર્શન તથા સિદ્ધિ બદલ મેડલ એનાયત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળાના તમામ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલા આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અહીંના સિનિયર પત્રકાર કુંજનભાઈ રાડિયા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના નવ નિયુક્ત અધ્યક્ષ મયુરભાઈ ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ટરનેશનલ જનરલ નોલેજ ઓલમ્પિયાડ્સ એક્ઝામમાં અહીંના 16 વિદ્યાર્થીઓએ મેડલ મેળવ્યા હતા. નેશનલ સાયન્સ ઓલમ્પિયાડ ખાતે ચાર વિદ્યાર્થીઓને મેડલ મળ્યા હતા. જેમાં એક ડિસ્ટ્રિક્શન સાથે ત્રણ વિદ્યાર્થીઓએ એકસીલેન્ટ મેડલ પ્રાપ્ત કર્યા હતા.

ધોરણ 2ની વિદ્યાર્થીની શર્મા આધ્યા, ધોરણ 7ના રોય સુહવમ, ધોરણ 8ના માન્યા બામરોટીયા તથા ધોરણ 9ના આદિત્ય મકવાણાને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કરાટે આઈ.એસ.કે.યુ. ઓલ સૌરાષ્ટ્ર ઓપન કરાટે ચેમ્પિયનશિપમાં રાજકોટ ખાતેની સ્પર્ધામાં 2 ગોલ્ડ, 8 સિલ્વર તથા 20 બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ વેરાવળ ખાતે ધોરણ 7માં અભ્યાસ કરતો વિદ્યાર્થી દર્શિલ કોટેચાને હાર્મોનિયમ વગાડવાની પ્રથમ પરીક્ષામાં ઉતરીને થવા બદલ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું હતું.

આમ, સંસ્થાના વિદ્યાર્થીઓને વિવિધ મેડલ તથા પ્રશસ્તિ પત્ર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સેન્ટ ઝેવિયર્સ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી તથા પત્રકાર કુંજન રાડિયાએ આ શૈક્ષણિક સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી, વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. જે બદલ શાળાના આચાર્ય ફાધર બેની જોસેફે પ્રસંગિક ઉદબોધન કરી, સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post