Tuesday, March 21, 2023

પાંચમાં દિવસે પોણો ઇંચ વરસાદ પડ્યો; રાજમાર્ગો પર પાણી વહેતા થયા | A quarter of an inch of rain fell on the fifth day; Water flowed on the highways | Times Of Ahmedabad

ગોંડલ4 મિનિટ પહેલા

ગોંડલ તાલુકાના કોલીથડ, હડમતાળા, વેજાગામ સહિતના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થતા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગો પર પાણી વહેતા થયા હતા. સતત પડી રહેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતોના ઘઉં, ચણા, મરચા, સહિતના પાક નિષ્ફળ જવા પામ્યા છે. વરસાદી વાતાવરણને લઈને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી.

હવામાન વિભાગની આગાહીને લઈને અનેક વિસ્તારોમાં વરસાદ વર્ષ્યો છે. ત્યારે ગોંડલ પંથકમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે ગોંડલ શહેર ઉપરાંત કોલીથડ, હડમતાળા, વેજાગામ, બેટાવડ, ઉમવાડા, અનિડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. વરસાદને લઈને મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા. શહેરમાં ઠંડક પ્રસરી હતી. શહેર અને પંથકમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: