ભરૂચની સીટી સર્વે કચેરી પાસેથી ગંદકી દૂર કરી હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ઠાલવાતા સફાઈને લઈ સવાલો ઉઠ્યા | Questions were raised regarding the cleanliness of the Bharuch City Survey Office and the garbage being dumped in the hostel grounds. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Questions Were Raised Regarding The Cleanliness Of The Bharuch City Survey Office And The Garbage Being Dumped In The Hostel Grounds.

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભરૂચની સીટી સર્વે કચેરીએ જતા માર્ગ પરથી ગંદકીના ઢગલા દૂર કરી હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ઠાલવતા વિવાદ વકર્યો છે.

માય લીવેબલ ભરૂચની વાતો વચ્ચે ભરૂચ નગર પાલિકાનો અનઘડ વહીવટ સામે આવ્યો છે.છેલ્લા ઘણા સમયથી સીટી સર્વે કચેરી જતા માર્ગ ગંદકીના ઢગલા નજરે પડ્યા હતા જે ઢગ અંગેના સમાચાર પ્રસારિત થતા જ પાલિકાની ઊંઘ ઉડી હતી અને કોન્ટ્રકટરની ટીમ કામે લગાવી તમામ ગંદકી ત્યાંથી ઉચકી હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર ઠાલવી ગંદકીની જાણે ડમ્પીંગ સાઈટ બનાવી દીધી છે. જે ગંદકીને લઇ વિવાદ વકર્યો છે.

1 એપ્રિલથી પાલિકા દ્વારા સફાઈના નામે દંડ વસુલવાની તૈયારી બતાવી છે. ત્યારે પ્રજાના આરોગ્ય સામે ગંદકીને લઇ ખતરો ઉભો થયો છે. તેવા સમયે પાલિકા દ્વારા જ ગંદકી ફેલાવવામાં આવી રહી છે. તે કેટલી યોગ્ય તેવા સવાલો ઉઠ્યા છે.તો બીજી તરફ નગરપાલિકા દ્વારા શહેરમાં કરાતા જાહેર ન્યુસન્સ સામે વહિવટી તંત્ર આંખ આડા કાન કરે છે કે પછી પગલા ભરશે તે જોવું રહ્યું. જયારે આ જાહેરમાં ઠલવાતી ગંદકી મુદ્દે ભાજપના નગરસેવક અને પાલિકાના સીટી એન્જિનિયર આમને સામને આવી ગયા હતા.તો આવી બેદરકારી કેટલી યોગ્ય તેવા પણ સવાલો ખડા થયા છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post