દેવગઢ બારીઆનr પાનમ નદીમા ખનીજ માફિયાઓની રેતી ચોરી પર જનતા રેડ, ખનીજ વિભાગે બે ટ્રક અને હિટાચી જપ્ત કર્યાં | Janata Red on mining mafia's sand theft in Panam River in Devgarh, Minerals Department seizes two trucks and a Hitachi | Times Of Ahmedabad

દાહોદઅમુક પળો પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના વાંદર ગામ નજીકથી પસાર થતી પાનમ નદીમાંથી રેતીની ગેરકાયદેસર રીતે ચોરી થતી હોવાની જાણ ગ્રામજનો દ્વારા ખાણ ખનીજ વિભાગને કરવામાં આવી હતી. ખાણ ખનીજ વિભાગ સ્થળ પર દોડી આવતા ખનન માફીયાઓમાં નાસભાગ મચી હતી અને ખનન માફીયાઓ એક હીટાચી મશીન તથા રેતી ભરેલી બે ટ્રકો છોડી નાસી ગયા હતા. જે મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે કબજે લઈ તપાસ હાથ ધરી છે.

પાનમ નદીમાંથી વર્ષોથી રેતીની ચોરી થાય છે
દેવગઢ બારીઆ તાલુકાના પાનમ નદીમાંથી ખનીજ ચોરી આજે ખુલ્લેઆમ ચાલે છે. તેવા સમયે કેટલાક ખનન માફીયાઓ વાંદર ગામ નજીક પાનમ નદીમાંથી હિટાચી મશીન વડે રેતી ઉલેચી ગેરકાયદેસર રીતે ટ્રકમાં ભરતા હોવાની જાણ થતાં જ ગ્રામનજનો ઘટના સ્થળે એકત્રીત થઈ ગયા હતા. અને હીટાચી મશીન વડે રેતી ઉલેચી ટ્રકોમાં ભરવાની કામગીરી અટકાવી દીધી હતી.

પોલીસ અને ખાણ ખનીજની ટીમ ધસી આવી
ત્યારબાદ આ અંગેની જાણ સ્થાનિક પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગ દાહોદ કચેરીને કરતા સ્થાનિક પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી.જેથી ગેરકાયેસર ખનન પ્રવૃતિ કરી રહેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી અને તે લોકો રેતી ઉલેચવા માટેનું હીટાચી મશીન તથા રેલી ભરેલી બે ટ્રકો સ્થળ પર જ છોડી નાસી ગયા હતા.
અધિકારી ક્યારેય ફોન ઉઠાવતા નથી
હીચાટી મશીન તથા રેતી ભરેલી બે ટ્રકો ખાણ ખનીજ વિભાગે જપ્ત કરી દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલી ખાણ ખનીજ વિભાગની કચેરીએ લાવીને ખડકી દીધા છે. ખાણ ખનીજ વિભાગની આ રેડ બાદ પકડાયેલ હિટાચી મશીન તથા રેતી ભરેલ બે ટ્રકના માલિકો સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તે હાલ જાણવા મળ્યુ નથી. ખાણ ખનીજ વિભાગના જવાબદાર અધિકારીએ ફોન રિસીવ કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم