વડોદરામાં રામનવમીની ભજન-કિર્તન સાથે ભક્તિભાવ પૂર્વક ઉજવણી, રામજી મંદિરોમાં સવારથી શ્રધ્ધાળુઓની દર્શન માટે ભીડ | Ramnavami celebrated in Vadodara with devotional bhajan-kirtan, Ramji temples thronged with devotees since morning for darshan | Times Of Ahmedabad

વડોદરા20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વડોદરામાં રામનવમીની શ્રધ્ધા પૂર્વક ઉજવણી

આજે વડોદરા નગરીમાં રામનવમીની અપાર શ્રધ્ધા અને ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે. સવારથી વડોદરાના સુપ્રસિધ્ધ રામજી મંદિરો સહિત નાના-મોટા આવેલા રામજી મંદિરોમાં સવારથી શ્રધ્ધાળુઓની દર્શન માટે લાંબી કતારો લાગી હતી. મંદિરોમાં બપોરે 12 વાગે રામલ્લાની મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. તો વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિત વિવિધ હિંદુ સંગઠનો દ્વારા શોભાયાત્રાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

રામના વધામણા કરવા લોકો ઉમટ્યા
વડોદરા શહેરના મદનઝાંપા રોડ ઉપર આવેલા સુપ્રસિધ શ્રી સીતારામ મંદિરમાં સવારે ભગવાન શ્રી રામચંદ્રજીની પાદૂકા પૂજન સાથે રામ નવમીની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી આ મંદિરમાં શ્રધ્ધાળુઓ દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બપોરે 12 વાગે ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાનના જન્મોત્સવના વધામણાં કરવા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ મંદિરમાં આવી પહોંચ્યા હતા. ભગવાનના જન્મોત્સવ પૂર્વે શ્રી રામ જય જય રામની ધૂનથી ગુંજી ઉઠ્યા હતા.

રામજી મંદિરોમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ ઉમટી

રામજી મંદિરોમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ ઉમટી

મંદિરોમાં સવારથી ભારે ભીડ
તે સાથે વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસે આવેલા ગાયકવાડી સમય વખતના આશરે સો વર્ષ ઉપરાંત જુના રામજી મંદિરમાં પણ શ્રધ્ધા પૂર્વક રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ ફળોનો મનોરથ કરવામાં આવ્યો હતો. આ મંદિરમાં પરંપરાગત રીતે પૂજા-અર્ચના કરીને રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિરમાં વર્ષોથી ચૌહાણ પરિવાર દ્વારા પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં સવારથી શ્રધ્ધાળુઓનો દર્શન માટે ધસારો રહ્યો હતો.

શ્રધ્ધાળુઓએ રામજન્મોત્સવના વધામણા કર્યા

શ્રધ્ધાળુઓએ રામજન્મોત્સવના વધામણા કર્યા

ભાયલીમાં લઘુમતી સમાજ દ્વારા ઉજવણી
વડોદરાના ભાયલી લઘુમતી સમાજ દ્વારા પણ રામનવમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભાયલીમાં રામનવમી નિમીત્તે સૌના રામના સંદેશા સાથે રામજીની ભવ્ય સવારીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સવારીમાં મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો જોડાશે અને કોમી એખલાશનો સંદેશો આપશે. શોભાયાત્રા સાથે છાસના વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

રામનવમી નિમીત્તે શોભાયાત્રા નિકળી.

રામનવમી નિમીત્તે શોભાયાત્રા નિકળી.

ફૂલોથી 12 ફૂટ ઉંચી રામજીની છબી બનાવી
આ ઉપરાંત વડોદરાના નિઝામપુરા ભગવા ચોક ખાતે કર્મ ગૃપ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મ ગૃપ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીની 12 ફૂટ ઉંચી ફૂલોની છબી બનાવવામાં આવી હતી. તે સાથે 1001 દીવડાની આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રામનવમી નિમીત્તે 251 કિલો લાડૂનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે. આ ઉત્સવમાં મેયર નિલેશ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કર્મ ગૃપના વિશાલ પંચાલ સહિત અન્ય યુવાનો દ્વારા છેલ્લા બે દિવસથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી.

મંદિરો ઘંટનાદથી ગુંજ્યા
આજે બપોરે 12 ના ટકોરે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની તમામ મંદિરોમાં ઉજવણી થઇ હતી. મંદિરો ઘંટનાદ અને જય જય શ્રીરામના નાદથી ગુંજી ઉઠ્યા હતા. મંદિરોમાં સવારથીજ શ્રધ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા અને રામજીના જન્મોત્સવના વધામણા કર્યા હતા. સમગ્ર શહેર આજે રામનવમીના રંગમાં રંગાઇ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم