Tuesday, March 7, 2023

અમદાવાદની RC ટેક્નિકલ કોલેજમાં છોકરી સાથે બોલવાના મુદ્દે વિદ્યાર્થીના પેટમાં છરી મારી, હોસ્પિટલમાં મોત | Student stabbed in abdomen for talking to girl in RC Technical, youth dies during treatment | Times Of Ahmedabad

અમદાવાદ5 મિનિટ પહેલા

અમદાવાદની આર સી ટેક્નિકલ કોલેજમાં અભ્યાસ કરતા પ્રિન્સ નામના વિદ્યાર્થીને ખુશી નામની યુવતી સાથે મિત્રતા હતી જે સાગર નામના યુવકને ગમતું નહોતું. જેથી તેણે અગાઉ પ્રિન્સને ધમકી પણ આપી હતી. જ્યારે ગઈકાલે પ્રિન્સ કોલેજની બહાર હતો ત્યારે સાગરે પ્રિન્સને છરીના ઘા માર્યા હતા. જેથી પ્રિન્સને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે પ્રિન્સનું મોત થયું છે. સમગ્ર મામલે સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

15 દિવસ અગાઉ છરી બતાવીને લાફો માર્યો હતો
મૃતક વિદ્યાર્થી પ્રિન્સ ખુશી નામની વિદ્યાર્થીની સાથે મિત્રતા હતી. ખુશીને સાગર પટેલ નામના યુવક સાથે પણ મિત્રતા હતી. સાગરને તે ગમતું નહોતું જેથી 15 દિવસ અગાઉ પણ સાગર અને તેના મિત્રોએ પ્રિન્સને ધમકાવ્યો હતો અને છરી બતાવીને લાફો માર્યો હતો. જો કે, તે સમયે પ્રિન્સે ખાસ ધ્યાન ન આપ્યું ત્યારે ગઇકાલે સાગરે પ્રિન્સને છરી પેટમાં મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.

આર સી ટેક્નિકલ કોલેજ

આર સી ટેક્નિકલ કોલેજ

રજા હોવા છતાં પ્રિન્સને કોલેજ બોલાવ્યો
મૃતક પ્રિન્સ ડિપ્લોમા મિકેનિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો જેની અત્યારે GTUની પરીક્ષા પણ ચાલી રહી હતી. જ્યારે ખુશી સિલ્વર ઓક યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. ગઈકાલે રજા હોવા છતાં પ્રિન્સને કોલેજ બોલાવ્યો હતો. પ્રિન્સ છેલ્લા 3 દિવસથી કોલેજ આવતો નહોતો. પરંતુ કાલે તે કોલેજ આવ્યો અને તેની હત્યા થઈ છે.

મૃતક પ્રિન્સ પટેલ

મૃતક પ્રિન્સ પટેલ

યુવકને જાનથી મારી નાખવાની ધમકી
બારેજમાં રહેતા બિપિનભાઈ ભાઈલાલભાઈ પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાત ચલાવે છે. જેમાનો મોટો પુત્ર પ્રિન્સ સોલામાં આવેલી આર.સી. ટેક્નિકલ કોલેજમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પ્રિન્સ સાથે ખુશી નામની યુવતી પણ અભ્યાસ કરે છે આથી બંને એકબીજા સાથે અભ્યાસની અવારનવાર વાતચીત કરતા હોય છે. પરંતુ વસ્ત્રાલમાં રહેતા સાગર યતીનભાઈ પટેલને આ બંને વચ્ચેની મિત્રતા પસંદ ન હતી. જેથી થોડા દિવસ પહેલા સાગરે પ્રિન્સને કહ્યું હતું કે, તુ ખુશીથી દૂર રહેજે નહીં તો જાનથી મારી નાંખીશ.

છરી વડે હુમલો કરતા પેટમાં ગંભીર ઇજા
આ સમગ્ર બનાવની જાણ પ્રિન્સે પરિવારજનોને કરી હતી પરંતુ પરિવારજનોએ સામાન્ય વાત સમજીને કોઈ કાર્યવાહી કરી ન હતી. પ્રિન્સ જ્યારે કોલેજ આવ્યો હતો ત્યારે સાગરે ખુશી સાથે કેમ વાતચીત કરે છે તેમ કહીને ઝગડો કર્યો હતો. બાદમાં સાગરે છરી વડે પ્રિન્સ પર હુમલો કરતા પેટમાં ગંભીર ઇજા પહોંચી હતી. આથી પ્રિન્સને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આરોપી સાગર પટેલ

આરોપી સાગર પટેલ

હત્યા બાદ આરોપી સાગર ફરાર
આ અંગે બિપિનભાઈએ સોલા પોલીસ સ્ટેશનમાં સાગર પટેલ વિરૂધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો હતો. જોકે, પ્રિન્સની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન આજે પ્રિન્સનું મોત થયું છે. જે મામલે સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. જો કે, હજુ સુધી હત્યા કરનાર આરોપી સાગર ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: