સિધ્ધેશ્વરી રેસીડેન્સીના રહીશો ઉભરાતી ગટરોથી ત્રાહિમામ; અનેક રજૂઆત છતાં પરિણામ શૂન્ય | Residents of Siddheshwari Residency are troubled by overflowing drains; No result despite many submissions | Times Of Ahmedabad

વિસનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

વિસનગરમાં આવેલી સિધ્ધેશ્વરી રેસીડેન્સીના રહીશો ઉભરાતી ગટરોની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવી છે. છેલ્લા 1 વર્ષથી ગટર ઉભરાવાની અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા સોસાયટીના રહીશોએ મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપી આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી આપી છે.

વિસનગરના સિધ્ધેશ્વરી રેસીડેન્સીએ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવી છે. જેમાં આ રેસીડેન્સી માં છેલ્લા કેટલાય સમયથી ગટર ઉભરાવવાની સમસ્યા બની છે. જેમાં સ્થાનિકો દ્વારા આ અંગે તાલુકા પંચાયત, નગરપાલિકા સહિત અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી. જેથી ઉભરાતી ગટર માંથી નીકળતું પાણી રોગચાળાને પણ આમંત્રણ આપે છે. જેથી સત્વરે આ નિકાલ કરવામાં આવે તે માટે સોસાયટીના રહીશો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. જો નિકાલ કરવામાં નહિ આવે તો આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી આપી છે.

આ અંગે મનુ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત હાઉસીંગ બોર્ડ સિધ્ધેશ્વરી રેસીડેન્સીમાં રહીએ છીએ. ત્યાં ગટરનો મોટો પ્રોબ્લેમ છે. આ પહેલા અમે તાલુકા પંચાયત, કસ્બા, પ્રાંત ઓફિસર, મામલતદાર તેમજ કલેક્ટરને મળ્યા છીએ, તેમ છતાં આનું કોઈ નિવારણ આવ્યું નથી. 10 દિવસનો ટાઇમ થવા છતાં અમે મળવા માટે આવ્યા છીએ, જ્યાં પ્રાંત ઓફીસર હાજર ન હોવાથી મામલતદારને મળ્યા છીએ. જેમણે અમને આશ્વાસન આપ્યું છે કે, ગટરનો નિવારણ સોમવાર સુધીમાં કરી દઈશું. ગટર લીકના કારણે બાળકો બીમાર પડી જાય તેવી સમસ્યા થઈ ગઈ છે. જે ગટર ઉભરાતી ન હતી તે પણ ઉભરાય છે. જેથી રહેવાની સમસ્યા ગંભીર બની છે. જો સોમવાર સુધી અમારી ગટરનું નિરાકરણ નહિ થાય તો સોસાયટી વાળા મામલતદાર કચેરી આગળ આમરણાંત ઉપવાસ પર બેસીશું.

આ અંગે એક મહિલાએ ગીતાબેન એ જણાવ્યું હતું કે, ગટરમાં સંડાસને બાથરૂમ ઉભરાવા લાગ્યા છે. અમારા બાળકો બીમાર પડે છે અને અમારા બાળકો બીમાર પડશે તો જવાબદારી કોની? નગરપાલિકામાં જઈએ તો કહે કે અમારામાં નહિ આવતું, તાલુકામાં જઈએ તો કે અમારામાં નહિ આવતું, જિલ્લામાં જઈએ તો કહે કે અમારામાં નહિ આવતું, તો અમે આવીએ છીએ કયા વિસ્તારમાં?

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم