Saturday, March 18, 2023

પત્ની સાથે પ્રેમસંબંધનો બદલો લેવા શખસે રિવોલ્વરથી ગોળી મારી, પૂર્વ પ્રેમીને પીઠમાં વાગી | Revenge for affair with wife, man shoots with revolver, hits ex-lover in back | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

પૂર્વ વિસ્તારમાં લગ્ન બાદના પ્રેમ સંબંધ અંગે પરિણીતાના પતિને જાણ થતાં ઘર ખાલી કરીને 6 વર્ષ અગાઉ સુરત રહેવા જતા રહ્યા હતા પરંતુ પતિને પત્નીના સાથે જુના પ્રેમ સબંધનો બદલો લેવા પત્નીના પૂર્વ પ્રેમી પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.જે મામલે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદના નિકોલમાં રહેતા 42 વર્ષીય પ્રવીણ પટેલ હીરા લે વેચનું કામ કરે છે.પ્રવીણ પટેલે પ્રેમ લગ્ન કર્યા હતા.પ્રવીણ પટેલને એક બાળક પણ છે.પ્રવીણભાઈ થોડા વર્ષ અગાઉ હીરા ઘસવાનું કામ કરતા હતા ત્યારે તેમનો સંપર્ક દિનેશ આહીર સાથે થયો હતો.દિનેશ આહિરની મદદથી તેમને નિકોલના ખોડીયાએ એપાર્ટમેન્ટના લીધું હતું.દિનેશ આહીર તેમના પત્ની સાથે તે જ ફ્લેટમાં રહેતા હતા.

સાથે રહેવા આવ્યા બાદ પ્રવીણ પ્રજાપતિ અને દિનેશભાઈના પત્ની ચંદ્રિકાનો પણ સપર્ક થયો હતો.બંનેની આંખ મળી જતા પ્રેમ સંબંધ થયો હતો.આ પ્રેમ સબંધ લાંબો સમય ચાલ્યો નહતો કારણે પ્રવીણ પ્રજાપતિની પત્ની અંકિતાને જાણ થતાં તેમને દિનેશ આહીરને જાણ કરી દીધી હતી જેથી દિનેશ આહિરે પ્રવીણ પ્રજાપતિને પ્રેમ સંબંધ ના રાખવું સમજાવ્યું હતું.આ ઉપરાંત 2-3 વાર ફોન કરીને પણ જણાવ્યું હતું. ત્યારબાદ દિનેશભાઈ ઘર ખાલી કરીને જતા રહ્યા હતા.

6 વર્ષ અગાઉ ઘર ખાલી કરીને દિનેશ આહીર ત્યાંથી નીકળી તો ગયા હતા પરંતુ ગઈકાલે રાતે પ્રવીણ પ્રજાપતિ તેમના ફ્લેટની નીચે પાનનાં ગલ્લે મસાલો ખાવા ગયા ત્યારે તેમના પર પાછળથી ફાયરિંગ થયું હતું જ્યારે પ્રવીણભાઈએ પાછળ જોયું તો રિવોલ્વર વડે દિનેશ આહીર ફાયરિંગ કરી રહ્યો હતો જેથી આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા અને પ્રવીણ પ્રજાપતિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સમગ્ર મામલે નિકોલ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: