મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આર.એસ.પી.એલ. દ્વારા આવકારવામાં આવ્યા; વાવમાં ખાબકેલા ઊંટના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું; ખંભાળિયા ટ્રાફિક પોલીસની સેવા પ્રવૃત્તિ... | RSPL to Chief Minister and Home Minister. welcomed by; A camel calf rescued from a sow; Service activity of Khambhalia Traffic Police... | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • RSPL To Chief Minister And Home Minister. Welcomed By; A Camel Calf Rescued From A Sow; Service Activity Of Khambhalia Traffic Police…

દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા

  • કૉપી લિંક

મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આર.એસ.પી.એલ. દ્વારા આવકારવામાં આવ્યા…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ હેતુથી આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેટ દ્વારકા તેમજ હર્ષદના ધર્મસ્થળની મુલાકાત લીધી હતી. અહીંની મુલાકાત દરમિયાન હવાઈ માર્ગે અત્રે આવેલા મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રીનું અત્રે કુરંગા પાસે આવેલી જાણીતી મલ્ટીનેશનલ કંપની આર.એસ.પી.એલ.ના હેલીપેડ ખાતે ઉતરાણ થયું હતું. હેલિકોપ્ટર મારફતે અહીં આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આર.એસ.પી.એલ.ના સિનિયર અધિકારી હરીશ રામચંદાણી, સંજીવ ચોપરા, સુનિલ બુધ વગેરેએ ખાસ આવકારી, તેમનું સન્માન કર્યું હતું.

વાવમાં ખાબકેલા ઊંટના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું…
કલ્યાણપુર તાલુકાના સિદાસરા ગામે રહેતા એક આસામીની વાડીમાં આવેલી વાવમાં ઊંટનું બચ્ચું પડી ગયું હોવા અંગેની જાણ ખંભાળિયાના ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર સ્ટાફના જવાનો જરૂરી સાધન સામગ્રી સાથે આ સ્થળે દોડી ગયા હતા અને રાત્રિના સમયે મોડે મોઢે સુધી લાંબી જહેમત બાદ આ ઊંટને વાવમાંથી જીવિત હાલતમાં બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.

ખંભાળિયા ટ્રાફિક પોલીસની સેવા પ્રવૃત્તિ
ખંભાળિયાના ધમધમતા ટ્રાફિકથી વ્યસત એવા નગર ગેટ ચોક વિસ્તારમાંથી પસાર થતા એક આધેડને આજરોજ સવારના સમયે રખડતું કૂતરું કરડી જતા લોહી લુહાણ હાલતમાં આવી ગયેલા આ અજાણ્યા વ્યક્તિને ટ્રાફિક પર ફરજ બજાવી રહેલા હાર્દિક ગાગીયા ખાસ વાહન મારફતે હોસ્પિટલે લઇ ગયા હતા. જ્યાં તેમને તાકીદની સારવાર આપવામાં આવી હતી. જે બદલ ઘવાયેલા આસામીએ પોલીસ જવાનની આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم