હિન્દુ નવ સંવત્સર શરૂ થવાની ખુશીમાં RSS દ્વારા હાલોલ નગરમાં પદ સંચલન કરાયું, વિશ્વનું 1 અબજ 97 કરોડ 29 લાખ 40 હજાર 125મું વર્ષ શરૂ | In celebration of the start of Hindu Nav Samvatsar, RSS held a procession in Halol Nagar, 1 billion 97 crore 29 lakh 40 thousand 125th year of the world began. | Times Of Ahmedabad

હાલોલ25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હાલોલ નગરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા યોજાયેલા પદ સંચલનમાં મોટી સંખ્યામાં સંઘના સેવકો પોતાના પરિવેશમાં દંડ લઈ જોડાયા હતા. હિન્દૂ નવ વર્ષ 2023 અને નવ સંવત્સર 2080ની શરૂઆત થઈ છે, ત્યારે સંઘ દ્વારા વિભાગોના અલગ અલગ પ્રખંડોમાં પદ સંચલન કરવામાં આવી રહ્યું છે. હાલોલમાં પણ નવવર્ષ શરૂ થવાની ખુશીમાં પદ સંચલન કરી સૌને હિન્દૂ નવવર્ષની શુભેચ્છાઓ પાઠવી હિન્દૂ ધર્મમાં આ દિવસ ખાસ મહત્વ હોવાનો સંદેશો આપ્યો હતો.

પૌરાણિક માન્યતાઓ અનુસાર બ્રહ્માજીએ ચૈત્ર માસના શુક્લ પ્રતિપાદના દિવસે શ્રુષ્ટિની રચના કરી હતી. એટલે હિન્દૂ સંસ્કૃતિ મુજબ તે દિવસને હિંદુઓનું નવુવર્ષ તરીકે માનવામાં આવે છે અને આજ દિવસે ચૈત્રી નવરાત્રીની પણ શરૂઆત થાય છે. પ્રલયકાળ પૂરો થયા પછી મનુ દ્વારા નવી શ્રુષ્ટિની રચના કરવામાં આવી હતી. આને આ દિવસે ભગવાન વિષ્ણુએ દશાવતારનો પ્રથમ માછલીનો અવતાર લીધો હતો. અને પ્રલય દરમિયાન મનુની હોડીને તળિયા વગરના ઊંડા પાણીમાંથી સુરક્ષિત સ્થાન પર લઈ ગયા હતા. જેને હિન્દુ ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં કાળ ગણવામાં આવે છે.

આજથી વિશ્વનું 1 અબજ 97 કરોડ 29 લાખ 40 હજાર 125મું વર્ષ શરૂ થયું છે. ખાસ વાત એ છે કે આ વર્ષે 12ને બદલે 13 મહિના હશે. જ્યારે હિન્દુ નવું વર્ષ 2023 શરૂ થાય છે, ત્યારે ચૈત્ર મહિનો પણ શરૂ થાય છે અને વસંત આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિત અન્ય હિન્દુ સંગઠનો આ દિવસને ધામધૂમથી ઉજવે છે.

ચૈત્રી શુક્લ પક્ષનું મહત્વ

●હિંદુઓના નવાવર્ષનો આરંભ

●મહારાજ યુધિષ્ઠિરનો રાજ્યભિષેક થયો હતો

●આરાધ્ય દેવ વરુણાવતાર ઝૂલેલાલ સાઈનો અને ગુરુ અંગદ દેવનો જન્મદિવસ પણ માનવવમાં આવે છે

● મહર્ષિ દયાનંદ સરસ્વતીજી એ આર્ય સમાજ ની સ્થાપના પણ કરી હતી

● મહારાજ વિક્રમાદિત્યને વિક્રમસંવતની શરૂઆત કરી હતી.

● દેવી દુર્ગાની આરાધનાનું પર્વ નવરાત્રી પણ શરૂ થાય છે.

● સતયુગમાં પ્રભુ શ્રી રામચંદ્રજીનો રાજ્યભિષેક પણ આજ દિવસે થયો હતો.

● મહર્ષિ ગૌતમનો જન્મદિવસ પણ આજ દિવસે ઉજવાય છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post