No results found

    બનાસકાંઠા જિલ્લામાં RTE એક્ટ હેઠળ છેલ્લા બે વર્ષમાં 3 હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો | In Banaskantha district, more than 3 thousand students were admitted under the RTE Act in the last two years | Times Of Ahmedabad

    બનાસકાંઠા (પાલનપુર)9 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    ગુજરાતમાં શિક્ષણને વધુને વધુ પ્રાધાન્ય આપવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્ષ 2023-24 ના બજેટમાં સૌથી વધુ રકમ શિક્ષણ માટે ફાળવવામાં આવી છે. ગુજરાત વિધાનસભાનું હાલ બીજું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે RTE એક્ટ હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની વિગતો ગૃહમાં રજૂ કરવામાં આવી હતી. જે મુજબ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં રાઇટ ટુ એજ્યુકેશન RTE એક્ટ-2009 હેઠળ કુલ 3001 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2021-22માં 281 શાળાઓમાં 1483 વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક વર્ષ 2023-23માં 276 શાળાઓમાં 1518 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. ​​​​​​​રાજ્યનો છેવાડાનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગુજરાત એવું પ્રથમ રાજ્ય છે કે જે બાળકોને RTE હેઠળ પ્રવેશ મેળવનારા બાળકોના વાલીના ખાતામાં બાળકના ગણવેશ વગેરે માટે વર્ષમાં એક વખત રૂ. 3000 ની રકમ ઓનલાઈન જમા કરવામાં આવે છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال