- Gujarati News
- Local
- Gujarat
- Anand
- Sardar Patel University Organized A Seminar And Educational Tour On The Development Opportunities Of Lasundra Kapadwanj And Utkanteshwar As Tourist Destinations.
આણંદએક કલાક પહેલા
- કૉપી લિંક

સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક સંસ્કૃત વિભાગ અને અનુસ્નાતક કાયદાશાસ્ત્ર વિભાગ દ્વારા સેમિનાર અને શૈક્ષણિક પ્રવાસનું પ્રોફે. ડો.નિરંજનપટેલ ,વાઇસ ચાન્સેલર કા.સરદાર પટેલ યુનિવર્સિટી, તથા અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ અને કા.અધ્યક્ષ, કાયદાશાસ્ત્ર વિભાગના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું. તેનો વિષય “પર્યટન સ્થળ તરીકે લસુન્દ્રા- કપડવંજ અને ઉત્કંટેશ્વરના વિકાસની તકો” સેમિનાર યોજાયો હતો.સરદાર પટેલ યુનિવર્સિટી અને ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના નેજા હેઠળ સંયુક્ત રીતે અમલમાં મુકવામાં આવેલ આ કાર્યક્રમ પ્રવાસનને પ્રોત્સાહન આપવાની યોજના તરીકે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અભિયાનનો આ એક ભાગ હતો.

પ્રાપ્ત માહીતી મુજબ અનુસ્નાતક સંસ્કૃત વિભાગ તથા અનુસ્નાતક કાયદાશાસ્ત્ર વિભાગના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ લસુન્દ્રા, કપડવંજ અને ઉત્કંઠેશ્વર ખાતેના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી.આ શૈક્ષણિક પ્રવાસ અને સેમિનારમાં M.A. સંસ્કૃતના કુલ 31 વિદ્યાર્થીઓ, 4 Ph.D.સંસ્કૃતના વિદ્યાર્થીઓ તથા કાયદાના એલએલએમના 13 વિદ્યાર્થીઓ આ ઉપરાંત સંસ્કૃત અને કાયદા વિભાગના કુલ 7 અધ્યાપકો અને નોન-ટીચિંગ સ્ટાફ જોડાયા હતા. સૌપ્રથમ લસુંદ્રામાં આવેલ રામજી મંદિર અને ગરમ પાણીના કુંડ વિશે જાણકારી મેળવી હતી. મંદિરના પૂજારીએ મંદિર તથા ગરમ તથા ઠંડા પાણીના કુંડ વિશે ઐતિહાસિક માહિતી આપી, અહીં રામાયણકાળમાં રામ પધાર્યા હતા એમ તેમણે જણાવ્યું.
કપડવંજ લાયન્સક્લબ હોલમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ડો.નિરંજન પટેલની ઉપસ્થિતિમાં સેમિનાર યોજાયો, જેમાં ગોપાલભાઈ શાહ ,સિન્ડિકેટ સભ્ય, સરદાર પટેલ યુનિવર્સિટી, ડો.હરેશભાઈ કુંડલિયા ,પ્રમુખ, કપડવંજ કેળવણી મંડળ, જયેશ પટેલ ,ચેરમેન, ખેડા જિલ્લા કો-ઓપરેટીવ સંઘ , નીલા પંડયા ઉપપ્રમુખ, કપડવંજ કેળવણી મંડળ, મોનિકા પટેલ ,પ્રમુખ, કપડવંજ નગરપાલિકા તથા સ્થાનિક અગ્રણીઓએ શુભેછા પાઠવી હતી, કપડવંજ વિશેના વિકાસને લગતા પાસાઓને ધ્યાનમાં રાખી વાત કરી હતી.

સેમિનારના નિષ્ણાત વક્તા રોનકભાઈ રાણાએ પર્યટનસ્થળ તરીકે વિકસાવવા માટે ત્રણેય સ્થળોની જાણકારી આપી. કાર્યક્રમમાં ભોજન વિરામ પછી કપડવંજના ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવી હતી. તેમના જ શબ્દોમાં સમગ્ર વાતને જોઇએ, :- “કપડવંજ એક ઐતિહાસિક નગર છે. પ્રાચીન સમયમાં આ નગરના કાપડવણજ, કપડવણજ જેવા નામો જોવા મળે છે. પ્રાચીન સમયમાં આ નગર અનુક્રમે કર્પટવાણિજ્ય કે કપડવણજ જેવા નામે પ્રચલિત હતું, જે આજે કપડવંજ નામે સુપ્રસિદ્ધ છે. જો કે, આજે પણ ઘણા જૂના ભવનોમાં, સંસ્થાઓમાં આ નામ જોવા મળે છે. આ શહેરનાં પૌરાણિક નામો શહેરનો વેપાર વાણિજ્ય સાથે સબંધ દર્શાવે છે અને એમાં પણ ખાસ કરીને કાપડનાં વ્યવસાય સાથેનો સબંધ સ્પષ્ટ થાય છે.
અહીંથી પ્રાપ્ત રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણદેવ બીજાના શાસનના ઈ.સ.910નાં બે તામ્રપત્રોમાં તથા વિક્રમ સંવત 1079, વિક્રમ સંવત 1522, વિક્રમ સંવત 1618, વિક્રમ સંવત 1655 અને વિક્રમ સંવત 1666નાં જૈન દેરાસરો અને પ્રતિમાલેખો નગરની ઐતિહાસિકતા દર્શાવે છે. મહોર નદીના કાંઠેથી અકીક અને ચર્ટની પતરીઓ વગેરે મળે છે. મહાભારતના સભાપર્વમાં પંચકર્પટનો તથા સ્કંદપુરાણના ધર્મારણ્ય ખંડમાં કપડવાણક અને કપડવણજનો ઉલ્લેખ નોંધનીય છે. એ ઉપરાંત, અહીં આવેલ હર્ષદમાતાનું મંદિર ચાવડા રાજવંશનું શાસન સૂચવે છે.નગરનાં હાર્દમાં આવેલ કીર્તિતોરણ અને શિવકુંડ,બત્રીસકોઠાની વાવ અને નજીકના કેટલાક દેવાલયો કપડવંજને સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ સાથે જોડે છે અને સોલંકીકાળ દરમિયાન (ઈ. સ.942-1304)પણ આ નગર મહત્વનું કેન્દ્ર હોવાનું સાબિત થાય છે.

કપડવંજમાં મુખ્ય વ્હોરવાડ, કુંડવાવ અને કીર્તિતોરણ તથા જૈન દેરાસરો મુખ્ય અકાર્ષણ છે.
વ્હોરવાડ:
વ્હોરા કોમ મુખ્યત્વે વેપાર સાથે સંકળાયેલી કોમ છે. ગુજરાતનાં વ્હોરાઓ મોટે ભાગે ધનવાન છે. લોખંડ, કાચ, સાબુ, કાગળ વગેરેના વેપારમાં વ્હોરા વેપારીઓ અગ્રેસર છે. શિયા વ્હોરામાં સૌથી મોટી કોમ દાઉદી વ્હોરાની છે. ખેડા તથા આણંદ જિલ્લાના મુસ્લિમ વોરાઓ ચરોતરી વોરા કહેવાય છે. વ્હોરાની વસાહતને વ્હોરવાડ તરીકે ઓળખવામાં આવે છે. દેશ-વિદેશમાં વેપારી સબંધને કારણે વ્હોરાઓના મકાનો કોતરણીયુક્ત અને સ્થાપત્યની દ્રષ્ટિએ વિશેષ હોય છે.
કુંડવાવ અને કીર્તિતોરણ
કપડવંજમાં મુખ્યત્વે કીર્તિતોરણ યુક્ત કુંડવાવ સ્થાપત્ય પ્રેમીઓમાં સુપ્રસિદ્ધ છે, જે સોલંકી શાસન (ઈ.સ. ૧૧મી સદી) દરમિયાન બંધાયેલ શુભદ્રક શૈલીનો શિવકુંડ છે. કુંડનું કુલ ક્ષેત્રફળ 1328 ચોરસ વાર છે અને અહીં એક કીર્તિતોરણ પણ છે, જે ગુજરાતમાં હાલમાં હયાત રહેલ તેર કીર્તિતોરણમાંનું એક છે.
શાંતિનાથ દેરાસર (કાચનું દેરાસર)
આ દેરાસર કાચના દેરાસર તરીકે જાણીતું છે. દેરાસરની અંદર ની દીવાલો તથા છત પર રંગીન કાચ તથા કાચ ઉપર વિવિધ કલા કારીગરી અને કથાઓનું વર્ણન કરેલું છે. આ મંદિર કંસારવાળાના ચકલે ઢાક વાડીમાં આવેલું છે. આ દેરાસર કેટલું જુનું છે તેની માહિતી મળતી નથી પરંતુ શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા ઉપર સંવત 1618નો લેખ જોવા મળે છે.