Sunday, March 5, 2023

દમણની SBI બેંક પાસે ચાલતા સ્પા પર પોલીસે દરોડો પાડી એક ઈસમને ઝડપી પાડ્યો, ચાર યુવતીઓને મુક્ત કરાવી | Police raids spa run near SBI Bank in Daman, nabs one man, frees four girls | Times Of Ahmedabad

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ સહેલાણીઓ માટે પ્રથમ પસંદગી રહે છે. ત્યારે દમણ ખાતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા દમણ પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી છે. જેમાં નાની દમણ SBI બેન્ક પાસે ચાલતા SEA PRINCESS SPALON ( Unisex Spa & Salon) સ્પાની આડમાં દેહ વેપારની પ્રવૃત્તિ ચલાવતા હોવાની દમણ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે એક સ્પા ઉપર રેડ કરી સ્પામાં લલનાઓ પાસે દેહવેપાર કરાવતા સ્પાના સંચાલકને ઝડપી પાડ્યો હતો. દમણ પોલીસે સ્પામાં કામ કરતી ચાર યુવતીઓને મુક્ત કરાવી નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરી હતી.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. દમણ પોલીસ પણ સહેલાણીઓની સુરક્ષા માટે ખડે પગે ઉભી રહે છે. જે દરમ્યાન દમણ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે દમણના SBI બેન્ક નજીક SEA PRINCESS SPALON( Unisex Spa & Salon) સ્પા ની આડમાં ભારતીય મહિલાઓ પાસે દેહ વેપારની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમી દમણ પોલીસની ટીમને મળી હતી. મળેલી બાતમીના આધારે દમણ પોલીસની ટીમે ડમી ગ્રાહક મોકલાવી ચેક કરતા સ્પાની આડમાં દેહવેપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની જાણકારી મળી હતી. જેના આધારે સ્પામાં ભારતીય મહિલાઓ પાસે દેહ વેપાર કરાવવામાં આવતો હોવાનું જાણવા મળતા તાત્કાલિક રેડ કરી 4 યુવતીઓને દમણ પોલીસે દેહ વેપારના કરતા ઉગારી લેવાઈ હતી. સાથે સ્પા ના સંચાલક રાજીવ સુધાશંકાર પંડ્યાની ધરપકડ કરવામાં આવી હતી. દમણ પોલીસે આરોપીનો ધરપકડ કરી દેહવેપાર કરતી મહિલાઓનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: