મહુવાના સેદરડા ગામે ભારે પવન સાથે વરસાદ વરસ્યો; ખેડૂતોને ભારે નુકસાનની ભિતી | Sedarda village of Mahuva received rain with strong winds; Fear of heavy loss to farmers | Times Of Ahmedabad

મહુવા (ભાવનગર)32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હવામાન વિભાગની આગાહી અનુસાર મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળો તેમજ વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે સેદરડા ગામમાં વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં અને ખેડૂતોમાં ચિંતાનો વિષય થયો છે.

વરસાદના કારણે સેદરડા તેમજ આજુબાજુના ત્રણથી ચાર ગામમાં વરસાદના અહેવાલ મળી રહ્યા છે. કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી છે. છેલ્લા અડધો કલાકથી વરસાદી માહોસ જામ્યો છે. વરસાદના પગલે રોડ રસ્તા પાણી પાણી થઈ ચૂક્યા છે. નેવાધાર વરસાદ વરસ્યો હોય તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم