શાકભાજી સહિતના ઉનાળુ પાકોને ભયંકર નુકસાન; વારંવાર કમોસમી માવઠાથી ખેડૂતોની માઠી દશા | Severe damage to summer crops including vegetables; The condition of farmers due to frequent unseasonal rains | Times Of Ahmedabad

ડીસા25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ફરીથી વાતાવરણ ડહોળાઈ જતા ડીસા સહિત જિલ્લાના અનેક ભાગોમાં કરા સાથે ભારે ઝાપટાભેર વરસાદ પડતા ટેટી, તરબૂચ, શાકભાજીના પાકો સહિત ઉનાળુ પાકોને ભયંકર નુકસાન થયું છે. આ વર્ષે વારંવાર માવઠાથી ખેડૂતોની ખૂબ જ માઠી દશા બેઠી છે.

ગ્લોબલ વોર્મિંગની અસરની શરૂઆત થઈ ગઈ હોય તેમ ઋતુચક્ર બદલાઈ રહ્યું છે અને સીઝન પ્રમાણે વાતાવરણની સ્થિરતા જળવાતી નથી. અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો હોવા છતાં ગરમી પડવાની જગ્યાએ અવારનવાર વરસાદ તેમજ હજુ પણ ઠંડી પડી રહી છે. આ વર્ષે રવિ સિઝનમાં ત્રણ ત્રણ વખત કમોસમી વરસાદ પડ્યા બાદ હજુ પણ કમોસમી વરસાદ અટકવાનું નામ લેતો નથી.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા 29થી 31 માર્ચ દરમિયાન હવામાન પલટાવાની અને વરસાદ પડવાની આગાહી કરી હતી. તે મુજબ આજે ડીસામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ બની ગયું હતું. જ્યારે બપોર પડતા સુધીમાં તો જિલ્લાના અનેક ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા તેમજ અનેક જગ્યાએ કરા સાથે ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો હતો. અચાનક વારંવાર પડી રહેલા કમોસમી વરસાદથી આ વર્ષે ખેડૂતોની ખૂબ જ માઠી દશા બેઠી છે. હજુ રવિ સિઝનમાંથી માંડ બેઠા થયેલા ખેડૂતોએ ઉનાળુ સિઝન માટેના વાવેતર કરી દીધા હતા.

જેમાં ડીસા પંથકમાં ટેટી અને તરબૂચનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. તેમજ અનેક ખેડૂતોએ શાકભાજીનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. આ સિવાય ઉનાળુ મગફળી, બાજરીનું પણ વાવેતરને ખૂબ જ મોટું નુકસાન થયું છે. જેમાં ટેટી અને તરબૂચ તેમજ શાકભાજીના પાકો મધ્યભાગ ઉપરાંત પહોંચ્યા છે. ત્યારે જ કરા સાથે ભારે વરસાદ પડતા મોટા ભાગનો પાકનો નાસ થયો છે. આમ કુદરત રુઠ્યો હોય તેમ વારંવાર કમોસમી વરસાદની મારથી ખેડૂતોની કમર તૂટી જવા પામી છે.

આ વર્ષે રવિ સિઝનમાં ત્રણ વખત ભારે વરસાદ પડતા ખેતી પાકો નષ્ટ થયા હતા. સરકાર દ્વારા આ બાબતે ખેડૂતોને સહાય આપવા સર્વે કરાવવાની શરૂઆત કરી હતી. જોકે હજુ રવિ સિઝનનો સર્વે પૂરો થયો નથી, ત્યાં ઉનાળુ સિઝનનો પણ પાક ફેલ થવા પામ્યો છે. ત્યારે સરકારે ફરીથી રીસર્વે કરાવી ખેડૂતોને ઝડપથી સહાય ચૂકવે તેવી માગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم