SMCની ટીમે મોરબી-પડધરી પાસેથી આઈસર-બોલેરોનો પીછો કરી 345 પેટી વિદેશી દારૂ ઝડપ્યો, 3ની ધરપકડ | SMC team chases Icer-Bolero from Morbi-Paddhari, seizes 345 cartons of foreign liquor, arrests 3 | Times Of Ahmedabad

એક કલાક પહેલા

  • કૉપી લિંક
345 પેટી વિદેશી દારૂ સાથે ધરપકડ - Divya Bhaskar

345 પેટી વિદેશી દારૂ સાથે ધરપકડ

સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ આખા ગુજરાતમાં દારૂ મંગાવીને તેનું બેફામ વેચાણ કરવા માટે પંકાઈ ગયેલા જૂનાગઢના કુખ્યાત બૂટલેગર ધીરેન કારિયાની કારી હવે સ્ટેટ મોનિટરિંગ સેલ ફાવવા દેતું ન હોય તેવી રીતે 9 દિવસની અંદર બીજી વખત ધીરેન કારિયાએ મંગાવેલો દારૂનો મોટો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.

ધીરેનના ઈરાદાના ઈરાદા નાકામ
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગઈકાલે ગત મધરાત્રે ધીરેનનો દારૂ ભરીને આવી રહેલા આઇસર અને બોલેરોનો પીછો કરી 345 પેટી વિદેશી દારૂ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમે મોરબીના શનાળા રોડ પર વોચ ગોઠવી ત્યાંથી પસાર થઈ રહેલા આઈસરમાંથી દારૂની 200 પેટી તો બીજી ટીમે પડધરીના ઉકરડા ગામેથી દારૂની 145 પેટી ભરેલી બોલરો પકડી પાડી સૌરાષ્ટ્રમાં દારૂ ઘુસાડવાના ધીરેનના ઈરાદાને વધુ એકવાર નાકામ બનાવ્યા છે.

શંકાસ્પદ રીતે આઇસર પસાર થયું
સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ રવિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે બાતમીના આધારે મોરબી એ-ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતાં શનાળા ગામે રાજકોટ હાઈ-વે ઉપર શક્તિ માતાજીના મંદિર પાસેથી શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા આઈસર ટ્રકને અટકાવી તેની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની 3000 બોટલ મળી આવી હતી.

દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો

દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો

દારૂ રાજસ્થાનથી આવ્યો છે
આ પછી આઈશરના ચાલક કલ્પેશ ઉર્ફે લાલો હર્ષદભાઈ લાગરિયાની અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવતાં તેણે કહ્યું હતું કે દારૂનો આ જથ્થો રાજસ્થાનથી આવ્યો છે અને તેને ગોંડલ શહેરમાં ડિલિવરી આપવાનો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે અહીંથી 12,18,380ની કિંમતનો 3000 બોટલ દારૂ ઉપરાંત સાત લાખની કિંમતનું આઈશર સહિત કુલ રૂ. 19,31,190નો મુદ્દામાલ કબજે કર્યો છે.

બોલેરોમાંથી વિદેશી દારૂની બોટલ મળી
સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ આર.એચ.કુગશીયાએ પડધરી પોલીસ મથક વિસ્તારમાં આવતાં ઉકરડા ગામ પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થઈ રહેલી બોલેરોને અટકાવી તેની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 1740 બોટલ (145 પેટી) મળી આવતાં તેના ચાલક હિતેન કરશનભાઈ સરસીયા તેમજ કુલદીપ ખોડાભાઈ જાદવની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી.

તમામની શોધખોળ હાથ ધરી
આ બન્નેએ એવી કબૂલાત આપી હતી કે દારૂનો આ જથ્થો પણ ધીરેન અમૃતલાલ કારિયા, તેના માણસ શ્યામ આહિર સહિતનાએ મંગાવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે આ દરોડામાં વિદેશી દારૂ, બોલેરો સહિત કુલ રૂ. 11,50,070નો મુદ્દામાલ કબજે કર્યો છે. એકંદરે મોરબી અને પડધરી પાસેથી પકડાયેલો દારૂ રાજસ્થાનથી આઈશર તેમજ બોલેરોમાં ભરાઈને આવ્યો હતો અને તેની ડિલિવરી ગોંડલમાં આપવાની હતી. જો કે તે ગોંડલ પહોંચે તે પહેલાં જ પડધરી અને મોરબી પાસેથી પકડાઈ જતા બુટલેગર સહીત તપાસ ખુલે તે તમામની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post