ઉના27 મિનિટ પહેલા
ઉનામાં એસ.ટી બસ સ્ટેશનમાં છેલ્લા પાંચ વર્ષથી પાર્કીગનો કોન્ટ્રાક્ટ યુસુફ ઇસ્માઇ દલના નામે હતો. પરંતુ આ કોન્ટ્રક્ટ દ્વારા પાર્કિગ કોન્ટ્રક્ટના ટેન્ડરની શરતભંગ કરેલી હોવાથી તેમને નોટીસ પાઠવામાં આવેલી ત્યારબાદ અમરેલી એસ.ટી નિયામક દ્વારા કોન્ટ્રાક્ટ રદ કરી આપવામાં આવેલો છે.
ઉના એસ.ટી ડેપોમાં હવે મુસાફરોએ પોતાના વાહનો પાર્કિગનો ચાર્જ આપવાનો રહેશે નહીં. આમ છેલ્લા ઘણા સમયથી એસટીમાં પાર્કીગનો ચાર્જ વસુલવાથી લોકોમાં પણ નારાજગી હતી. હવે મુસાફરો એસ.ટી ડેપોમાં પોતાના વાહનો પાર્ક કરતી વખતે કોઇને અડચણરૂપ ન થાય તે રીતે પાર્કીગ કરવાના રહશે. તેમજ હવે એસ.ટી ડેપોએ આવતા મુસાફરો પોતાની જવાબદારી પર વાહન પાર્ક કરવાના રહેશે. તેવું ડેપો મેનેજર આશિષ રાજકોટીયાએ જણાવેલ હતું.
અન્ય સમાચારો પણ છે…