અકસ્માત થતાં એક્ટીવા પાછળ બેઠેલી વિદ્યાર્થિનીનો પગ છુંદાયો; ઓપરેશન કરી પગ દૂર કરવામાં આવ્યો | A student sitting behind the Activa lost her leg in the accident; An operation was performed and the leg was removed | Times Of Ahmedabad

કડીએક કલાક પહેલા

  • કૉપી લિંક

કડીના કલ્યાણપુરા રોડ પર બજારમાંથી કપડાં ખરીદીને વિદ્યાર્થીની પોતાની બહેનપણી સાથે ઘરે જઈ રહી હતી. વિદ્યાર્થીની એક્ટીવાની પાછળ બેઠી હતી અને તેની બહેનપણી એક્ટીવા ચલાવી રહી હતી. જે દરમિયાન વડવાળા હનુમાનજીના મંદિરથી આગળ રેલવે ફાટકના ઢાળમાં ઉતરતી વખતે પાછળથી આવી રહેલા ડમ્ફરે ટક્કર મારતાં પાછળ બેઠેલી વિદ્યાર્થીનીના પગ પર ટાયર ફરી વળ્યું હતું. તણીનો પગ છૂંદાઈ ગયો હતો અને તેને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાંથી અમદાવાદ હોસ્પિટલમાં તેણીને રીફર કરવામાં આવી હતી અને ત્યાં તેનો પગ કાપવો પડ્યો હતો. દરમિયાન પોલીસે ડમ્ફર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

કડી શહેરના સર્વ વિદ્યાલય હાઈસ્કૂલની પાછળ આવેલ સુવર્ણ સિટીમાં રહેતી શ્રુતિ પટેલ બી.એસસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેના પિતા ઇલેક્ટ્રોનિક દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. શ્રુતિ અને તેની બહેનપણી 14 ફેબ્રુઆરીએ બપોરના સમયે એક્ટીવા લઈ કડીના બજારમાં ખરીદી કરવા ગયા હતા. જે બાદ બંને જણા કપડાંની ખરીદી કરીને પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. શ્રુતિ એક્ટીવાની પાછળ બેઠેલી હતી. ત્યારે પાછળથી આવેલા ડમ્ફરે ટક્કર મારી હતી જ્યાં બંને યુવતીઓ રોડ પર ઢસડાઈ હતી અને પાછળ બેઠેલ શ્રુતિના પગ પર ટાયર ફરી વળ્યું હતું. આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે તેણીને ખસેડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم