સુરત40 મિનિટ પહેલા
- કૉપી લિંક

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઇલ સ્નેચિંગ કરતા આરોપીને ઝડપી પાડ્યા.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની એક ડ્રાઈવ યોજવામાં આવી છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે મોબાઈલ સ્નેચિંગ કરતા બે આરોપીને ઝડપી પાડ્યા છે અને પાંડેસરા તેમજ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચ એ બે રીઢા મોબાઈલ સ્નેચરને ઝડપી પાડ્યા
સુરત શહેરમાં મોબાઇલ અને ચેઇન સ્નેચિંગ ગુના અટકાવવા માટે આરોપીને પકડી પાડીને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલ કાઢવા માટે સુરત શહેર પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઊન ચાર રસ્તા નજીક સનાબીલ મસ્જિદની બાજુમાંથી આરોપી અફઝલ ઉર્ફે કીટલી અને મોહમ્મદ રાકીમની ધરપકડ કરી છે. આ બંને પાસેથી ઓપો કંપનીના બે મોબાઇલ અને મોબાઈલ સ્નેચિંગ દરમિયાન ઉપયોગમાં લીધેલી એક બાઈક જપ્ત કરવામાં આવી છે.
ઝડપાયેલ બંને આરોપી રીઢા ગુનેગાર
બંને આરોપીએ સાથે મળીને સચિન જીઆઇડીસી વિસ્તારમાં એક રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝુંટવી લીધો હતો. આ ઉપરાંત અફઝલ કીટલીએ પાંડેસરા તેરે નામ ચોકડી પાસેથી મોર્નિંગ નીકળેલા વ્યક્તિની નજર ચૂકવીને મોબાઇલ ચોરી કરી લીધો હતો. સચિન GIDC પોલીસ સ્ટેશન અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને આ બંને આરોપીના ધરપકડ બાદ આ બંને પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અવઝલ ઉર્ફે કીટલી સામે અગાઉ ઉમરા પોલીસ સ્ટેશનમાં બે, સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં એક અને ડીંડોલી પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે.