સુરત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અખિલ ભારતીય વિરોધ પ્રદર્શનમાં જોડાયા, કાળી રીબીન પહેરી કામ કર્યું | Surat Indian Medical Association Joins All India Protest, Wears Black Ribbon to Work | Times Of Ahmedabad

સુરત7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સુરતના ડોક્ટરો વિરોધમાં જોડાયા. - Divya Bhaskar

સુરતના ડોક્ટરો વિરોધમાં જોડાયા.

સમગ્ર ભારતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની 1700 શાખાઓ અને ગુજરાત રાજ્યની 110 શાખાઓ રાજસ્થાન સરકાર દ્વારા પસાર કરાયેલા આરોગ્ય અધિકાર બિલ સામે અખિલ ભારતીય વિરોધ દિવસનું આજે એલાન કર્યું હતું. જેમાં સુરત ઇન્ડિયન એસોસિએશન પણ જોડાયું હતું અને કાળી રીબીન પહેરી વિરોધ નોંધાવ્યો હતો.

સુરત શહેરના 4000 તબીબો જોડાયા
આજે કામ કરતી વખતે સુરત શહેરના 4000 તબીબો સહિત સમગ્ર ગુજરાત ના 33000 સભ્યો સહિત દેશ ના 5.5 લાખ નોંધાયેલા IMA સભ્યો કાળી રીબીન પહેરી અને કાળો દિવસ મનાવ્યો હતો. ડો. યોગેશ કુમાર દેસાઈ(પ્રમુખ IMA સુરત)એ જણાવ્યું હતું કે, આરોગ્યનો અધિકાર આપણા બંધારણ દ્વારા ભારતના નાગરિકોને આપવામાં આવ્યો છે અને તે પ્રદાન કરવાની જવાબદારી રાજ્યની છે. ગેરબંધારણીય વિધેયકનો બળજબરીપૂર્વક અમલ કરવાથી ખાનગી આરોગ્ય સંભાળ સેવાઓને અવરોધ આવશે અને તે ઉચ્ચ કક્ષાની ટેક્નોલોજી સંચાલિત આરોગ્ય સેવાઓ નો મૃત્યુ ઘંટ વગાડશે. જે સમગ્ર આરોગ્ય સેવાઓમાં 65% હિસ્સો ધરાવે છે.

બિલ પસાર કરતા પહેલા નિરાકરણ લાવવું જરૂરી
ડો. વિનેશ શાહ (સેક્રેટરી IMA સુરત) એ જણાવ્યું હતું કે, આ બિલ પ્રજાના હિતમાં નથી. બિલમાં ઘણા વણઉકેલ્યા પ્રશ્નો છે. જેનું બિલ પસાર કરતા પહેલા નિરાકરણ લાવવું જરૂરી છે. આ આંદોલન વઘુ ઉગ્ર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post