الثلاثاء، 28 مارس 2023

શંખેશ્વરના પંચાસરમાં પ્રવચન સુતીર્થ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા પાસે દબાણ થયાની અરજી બાદ તંત્રએ કામગીરી હાથ ધરી | The system took up the operation after a pressure application was made near the Gaushala run by Pravachan Sutirtha Trust in Panchasar of Shankeshwar. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The System Took Up The Operation After A Pressure Application Was Made Near The Gaushala Run By Pravachan Sutirtha Trust In Panchasar Of Shankeshwar.

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લાના શંખેશ્વર ના પંચાસર વિસ્તારમાં પ્રવચન સુતીર્થ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા ના ગેરકાયદેસર દબાણ મામલે શંખેશ્વરના અરજદાર મયુરસિંહ ઝાલા દ્વારા પાટણ કલેકટર કચેરીમાં અરજી કરી કરવામાં આવી હતી. જે બાદ આજે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અરજદારની દબાણની અરજી બાદ પાટણ કલેકટર દ્વારા શંખેશ્વર મામલતદારને સૂચના આપી સ્થળ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવતા મંગળવારના રોજ શંખેશ્વર મામલતદાર બી. ડી. કટારીયા સહિત મહેસુલ વિભાગના સ્ટાફે પોલીસ બંદોબસ્ત વચ્ચે પંચાસરા સ્થિત પ્રવચન સુતીર્થ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાની તપાસ હાથ ધરી ગેરકાયદેસરના બાંધકામને હિટાચી મશીનની મદદથી દૂર કરવાની કામગીરી હાથ ધરાતા ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત જીવદયા પ્રેમીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

આ બાબતે શંખેશ્વર મામલતદારનો ટેલીફોનિક સંપર્ક કરતા તેઓએ આ ગૌશાળામાં ગેરકાયદેસરના બાંધકામને તોડી પાડવાની હાલમાં કામગીરી ચાલુ હોવાનું જણાવી કલેકટરના આદેશનું પાલન કર્યું હોવાનું જણાવ્યું હતું. તો ગૌશાળાના મેનેજર હિતેશભાઈ પંડ્યાએ ટેલીફોનિક વાતચીત દરમિયાન ગૌશાળાના પ્રશ્ન બાબતે ટ્રસ્ટી મંડળ સાથે વિચાર વિમર્શ કરી આગળની જે પણ કાર્યવાહી કરવાની હશે તે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.