પોરબંદર23 મિનિટ પહેલા
- કૉપી લિંક
પોરબંદર રેડક્રોસ સોસાયટી દ્વારા અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. ત્યારે આજે પોરબંદર જિલ્લાના ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
ટીબીના દર્દીઓને રોગમુક્ત કરવા દવાની સાથે પૌષ્ટિક આહારની પણ જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે મોંઘવારીના સમયમાં ગરીબ દર્દીઓ પૌષ્ટિક આહારની ખરીદી કરી શકતા ન હોય, આથી જિલ્લાના કોઈપણ ટીબી પેશન્ટ પૌષ્ટિક આહારના કારણે દર્દથી પીડાવું ન પડે તે માટે પોરબંદર રેડક્રોસ દ્વારા સમયાંતરે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવે છે. તેના ભાગરૂપે ટીબી હોસ્પિટલ પોરબંદર ખાતે પૌષ્ટિક આહારની કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ટીબી પેસન્ટને આ પૌષ્ટિક આહાર કઈ રીતે કેટલી માત્રામાં લેવો સહિતની માહિતી ટીબી ઓફિસર ડૉ. સીમા પોપટીયાએ આપી હતી.
આ કીટ વિતરણ સમારોહમાં પોરબંદર રેડક્રોસના ચેરમેન લાખણશી ગોરાણીયા, ટીબી હોસ્પિટલના ડો. સીમા પોપટીયા, સેક્રેટરી અકબર સોરઠીયા, ત્રિલોક ઠાકર, કેતન પટેલ, વિમલ હિંડોચા, રામ ઓડેદરા, ધર્મેન્દ્ર વાઘેલા, રમેશ ઓડેદરા, જગદીશ થાનકી અને ટીબી હોસ્પિટલનો સ્ટાફ તથા ટીબીના દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી, પૌષ્ટિક આહારની કીટ મેળવી તેમને દર્દમાંથી જલ્દી રાહત મળશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.