الثلاثاء، 28 مارس 2023

પાવીજેતપુર તાલુકાના ભેંસાવહીના કેન્દ્ર પર TDOએ હિન્દીની પરીક્ષા આપી; ઉચ્ચતર પગાર ધોરણમાં જરૂર લાયકાત માટે આપી પરીક્ષા | TDO conducted Hindi exam at Bhensavahi center of Pavijetpur taluka; Examination given for qualification required in higher pay scale | Times Of Ahmedabad

છોટા ઉદેપુર42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સામાન્ય રીતે વર્તમાન સમયમાં નોકરિયાત વર્ગને ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે કોમ્પ્યુટરની સીસીસી પરીક્ષા તેમજ હિન્દી વિષયની પરીક્ષા પાસ થયાની લાયકાત હોવી જરૂરી છે. જેના અનુસંધાને પાવી જેતપુર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોનીએ પણ ઉમેદવાર તરીકે ભેંસાવહી કેન્દ્ર પર હિન્દી વિષયની પરીક્ષા આપી હતી.

તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોનીએ પરીક્ષા કેન્દ્રના વહીવટથી સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે શિક્ષણ અંગે વધુ સજાગ બની શિક્ષણ મેળવવાની વાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જગદીશ સોની GAS કેડરના અધિકારી તરીકે પાવી જેતપુરના તાલુકા પંચાયતમાં ફરજ બજાવી રહ્યા છે અને આટલી ઊંચી પોસ્ટના અધિકારી પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓમાં પણ કુતૂહલ સર્જાયુ હતું.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.