પાટણથી ડીસા તરફ જઈ રહેલા ટેમ્પોએ વાગડોદ નજીક પલટી મારી, ચાલક ઈજાગ્રસ્ત થયો | A tempo going from Patan to Disa overturned near Wagdod, the driver was injured | Times Of Ahmedabad

પાટણ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેરના હાશાપુર વિસ્તાર નજીક સાબુની ફેક્ટરીમાંથી સાબુનો જથ્થો ભરી ડીસા ડીલેવરી આપવા જઈ રહેલ ટેમ્પો વાગડોદ નજીક અગમ્ય કારણોસર માર્ગ પર પલટી ખાઈ જતા ટેમ્પોમાં ભરેલ સાબુનો માલ રોડ પર વેરણછેરણ થવા પામ્યો હતો. તો બનાવના પગલે માર્ગ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા જ્યારે ટેમ્પો ચાલકને નાની મોટી ઈજાઓ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ અકસ્માતની મળતી હકીકત મુજબ પાટણ શહેરના હાશાપુર વિસ્તારમાં આવેલી સાબુની ફેક્ટરીમાંથી તૈયાર કરાયેલ સાબુનો જથ્થો ટેમ્પો મારફતે ડીસાના વેપારીને પહોંચાડવા માટે શનિવારે સવારે રવાના કરાયો હતો. ત્યારે પાટણ ડીસા હાઇવે માર્ગ પર વાગડોદ નજીક સાબુનો જથ્થો ભરેલ ટેમ્પો અગમ્ય કારણોસર પલટી મારી જતા ટેમ્પામાં ભરેલ સાબુનો જથ્થો રોડ પર વેરણ છેરણ થવા પામ્યો હતો.તો સાબુ ભરેલો ટેમ્પો પલટી ખાઈ જતા ટેમ્પો ચાલકને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. બનાવના પગલે માર્ગ પર લોકોના ટોળા એકત્ર થવા પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post