Tuesday, March 7, 2023

વિદ્યાનગરમાં જાહેરનામાનો ભંગ કરી વેપાર કરતા ત્રણ વેપારીની પોલીસે અટકાયત કરી, વેપારીઓમાં ફફડાટ | Three traders were arrested by the police for doing business in violation of the advertisement in Vidyanagar | Times Of Ahmedabad

આણંદ27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં હાલ ઉત્સવનો માહોલ છે અને વ્યાપાર પણ સારો રહે છે.આણંદ શહેર સહિત આસપાસના નગરો અને જિલ્લામાં મોડી રાત સુધી વ્યાપાર ધમધમી રહ્યા છે.વિદ્યાનગરમાં રાત્રિના 11 વાગ્યા બાદ ખાણી – પીણીની લારી બંધ રાખવાનું જાહેરનામું છે.જેથી અહીં મોડી રાત સુધી ધંધો કરી શકાતો નથી.વળી બંધાયેલ ગ્રાહકી ક્યાંક અન્ય જગાએ સરકી ન જાય તે માટે જાહેરનામાના સમય ઉપરાંત કેટલાક વેપારી ધંધો કરતા પોલીસની નજરે ચઢી જતા વિદ્યાનગર પોલીસે કાર્યવાહી કરી ત્રણ વેપારી સામે ગુનો નોંધી અટક કરી હતી.

વિદ્યાનગર પોલીસ સ્ટેશના આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સબુરભાઈ એતાભાઈ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન વિનુકાકા સર્કલ પાસે અજયશ બર્ગર ખાણી પીણીની દુકાન ખુલ્લી હતી. આથી, તેના સંચાલકનું નામ પુછતા હિતાર્થ રાજેશ રાબડિયા (રહે. વિદ્યાનગર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

આ ઉપરાંત ભાઇકાકા સર્કલથી વિનુકાકા સર્કલ જતા માર્ગ પર કૃષ્ણ સિઝનેબલ દુકાન ખુલ્લી હતી. આ અંગે કાઉન્ટર પર બેઠેલા શખસને પુછતા તે ભાવેશ મયુરપ્રસાદ પટેલ (રહે. કાશીબા ભુવન, કરમસદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. તેવી જ રબારીવાસના નાકા પાસે હોટલ કસુંબલ ડાયરો ખુલ્લી હોવાથી તેના કાઉન્ટર પર બેઠેલો અક્ષય તેજાજી સરગરા (મારવાડી) (રહે. આણંદ) સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: