બનાસકાંઠા (પાલનપુર)41 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમીરગઢની પવિત્ર ભૂમિ પર દેવ ડુંગરપુરી મહારાજે ભક્તિનો સુર રેલાવ્યો હતો અને અમીરગઢમાં ડુંગરપુરી મહારાજે 115 વર્ષ પહેલાં જીવંત સમાધી લીધી હતી. તેઓએ ફાગણ વદ પાંચમના દિવસે જીવંત સમાધી લીધી હતી. જેથી દર ફાગણ વદ પાંચમના મંદિરમાં મોટી સંખ્યામાં ડુંગરપુરી મહારાજના ભક્તો દ્વારા ધજા ચડાવવા માં આવે છે.

અમીરગઢ તાલુકાના દરેક ગામડાઓ ના ભક્તિ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ધજા ઓ ચડાવે છે, પંચનમાં દિવસે મંદિરમાં ભક્તોનું કીડિયારું ઉભરાતા મંદિરનો વિશાળ પ્રગાણ નાનું પડે છે દર મહિના ની વદ પાંચમના ડુંગરપુરીજીના મંદિરમાં ભજન સંઘ્યા છેલ્લા 115 વર્ષ થી કરવામાં આવે છે અને ફાગણ વડ આઠમના દિવસે મહામેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રથી પણ ભક્તો ઉમટી પડે છે.
અન્ય સમાચારો પણ છે…