અંકલેશ્વરએક કલાક પહેલા
- કૉપી લિંક
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી ગલ્ફા લેબની સામે ટ્રક ચાલકે એક્ટીવા સવાર યુવતીને અડફેટમાં લેતા તેનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પરજ મોત નીપજ્યું હતું. આ મામાલે અંકલેશ્વર GIDC પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
ટ્રક ચાલકે ગફલતભરી રીતે અકસ્માત સર્જ્યો
અંકલેશ્વરના ઈન્દ્રપ્રસાદ સોસાયટીમાં રહેતા પ્રજાપતિ પરિવાર માટે ગુરુવારનો દિવસ માતમમાં બદલાઈ ગયો હતો. અંકલેશ્વર GIDCમાં સિદ્ધિ કન્સ્ટ્રક્શન નામક કોન્ટ્રાક્ટમાં 22 વર્ષીય મેઘા પ્રજાપતિ નોકરી કરતી હતી. ગુરુવારના સવારે રાબેતા મુજબ તેની મોપેડ બાઈક લઈને નોકરી જવા માટે નીકળી હતી. આ સમયે એક ટ્રકના ચાલક પોતાની ટ્રકને પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી ગલ્ફા લેબની સામે મોપેડ ચાલક મેઘા પ્રજાપતિને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.
ટ્રક ચાલકને ઝડપી પાડવાની કાવાયત હાથ ધરી
આ અકસ્માતમાં ટ્રકના ટાયરો મેઘા ઉપરથી ફરી વળતાં તેને કપાળ, બંને પગ અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી મેઘાને તાત્કાલિક સરવાર આપવા માટે 108 એમ્બ્યુલન્સને બોલાવતા તેમાં હાજર સ્ટાફે તેને મૃત જાહેર કરી હતી. આ અંગેની જાણ કંપનીના માલિકે તેના પરિવારમાં કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતાં. જોકે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક અકસ્માત સર્જીને ટ્રકને સ્થળ પર મૂકીને ફરાર થઇ ગયો હતો. આ મામલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્થળ પર દોડી આવીને મૃતદેહનો કબ્જો મેળવી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવાની કાવાયત હાથ ધરી છે.