સુરતમાં અઢી વર્ષની બાળકીનું નરાધમે અપહરણ કર્યું, અઘટીત ઘટના બને તે પહેલા પોલીસે આરોપીની ધરપકડ કરી | Two-and-a-half-year-old girl abducted in Surat, police arrest accused before untold incident | Times Of Ahmedabad

સુરત39 મિનિટ પહેલા

અઢી વર્ષની બાળકીનું બદકામના ઇરાદે અપહરણ કરનારને પોલીસે એક કલાકની અંદર ઝડપી પાડ્યો

સુરતમાં વધુ એક બાળકી નરાધના હાથે પીંખાતા બચી ગઈ છે.સુરતના ડાયમંડ નગર ખાતે શ્રમજીવી પરિવારની અઢી વર્ષની બાળકીનું ઘર પાસેથી બાંધકામ કરવાના ઇરાદે એક યુવક અપહરણ ફરાર થઇ ગયો હતો. બાળકી અચાનક ગાયબ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાયું હતું અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ પોલીસને થતા સરથાણા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ ક્રાઈમ બ્રાન્ચ ની મદદ લીધી હતી. અને પોલીસની6 જેટલી જુદી જુદી ટિમો બનાવી ક્રાઈમ બ્રાન્ચ શોધખોળમાં જોતરાઈ હતી.દરમ્યાન બાળકી સાથે કોઈ અઘટિત ઘટના બને તે પહેલા જ પોલીસે નરાધમને ઝડપી પાડી તેના ચુંગલમાંથી બાળકીને મુક્ત કરાવી હતી અને પરિવારને સોંપી હતી.

ઘર આંગણે રમી રહેલી બાળકી ગુમ થતાં પરિવાર ચિંતામાં મુકાયું

સૂરતના સરથાણા વિસ્તારમાં આવેલ ડાયમંડ નગર ખાતે રહેતા શ્રમજીવી પરિવારની એકની એક વ્હાલસોઈ દીકરી ઘર આંગણે રમી રહી હતી.માતા ઘરકામ કરી રહ્યા હતા અને પિતા નાઈટ ડ્યુટી કરી ઘરે આવ્યા બાદ આરામ કરી રહ્યા હતા. તે દરમ્યાન બપોરના સમયે ઘર આંગણે રમી રહેલી બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી.જેને લઇ બાળકીની માતાએ પિતાને ઉઠાડીને જાણ કરતા પિતાએ બહાર જઈ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. જોકે બાળકી મળી ન આવતા બાળકીના પરિવાર ચિંતામાં મુકાઈ ગયું હતું.

નરાધમ દ્વારા બાળકીનું અપહરણ કરાયું

પરિવારની અઢી વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી તે દરમ્યાન રમતા રમતા ગુમ થઇ ગયી હતી. પરિવારે બાળકીની ભારે શોધખોળ બાદ પણ બાળકીનો પતો ન લાગતા પરિવારે સમગ્ર બનાવની જાણ સરથાણા પોલીસને કરી હતી. બનાવની ગંભીરતા જોઈ સરથાણા પોલીસ તાત્કાલિક બાળકીની શોધ ખોલમાં જોડાઈ હતી.ઘટનાની ગંભીરતાને લઇ સ્થાનિક પોલીસે ક્રાઈમ પોલીસની પણ મદદ લીધી હતી અને ક્રાઈમ બ્રાન્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘર પાસે લાગેલા સીસીટીવી તપાસતા તેમાં એક ઇસમ બાળકીનું અપહરણ કરી લઈ જતો દેખાય આવ્યો હતો.

પોલીસે જુદી જુદી ટીમો બનાવી બાળકીની શોધખોળ કરી

બાળકીનું અપહરણ થતા મામલો ગંભીર બન્યો હતો અને એક ઇસમ બાળકીને લઈને જતો સિસિટીવી કેમેરામાં કેદ થયો હતો. સરથાણા પોલીસ શહીદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારીનો કાફલો બાળકીની શોધખોળમાં કામે લાગ્યો હતો. પોલીસે અલગ અલગ 6 જેટલી ટીમો બનાવી બાળકીની શોધખોળ શરૂ કરી હતી.પોલીસે અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું હતું. બાળકી ગુમ થઈ આસપાસના લગભગ તમામ સીસીટીવી તપાસી બાળકીનું અપહરણ કરી લઈ જનાર સુધી પહોંચવા પ્રયાસ હાથ રહ્યો હતો.

પોલીસે એક કલાકની અંદર બાળકીને શોધી કાઢી

અઢી વર્ષની બાળકીનો અપહરણ કરી લઈ જવામાં આવી હોવાની ઘટના પોલીસને જાણ થતા ની સાથે જ પોલીસે એક પણ મિનિટનો સમય બગાડ્યા વગર ખૂબ જ મહેનત કરી હતી. અને આખરે પોલીસને સફળતા મળી હતી.પોલીસે આ ઘટનામાં માત્ર એક કલાકમાં જ ડાયમંડ નગર મેઈન રોડ પાસેથી બાળકીનું અપહરણ કરી લઈ જનાર 26 વર્ષીય સુનીલકુમાર શિવ કૈલાશ કેવટને ઝડપી પાડ્યો હતો.

પોલીસે બાળકીને પરિવારને સોંપી

પોલીસે બાળકીનું અપહરણ કરી લઈ જનાર સુનિલ કુમાર કેવટના ચંગુલ માંથી બાળકીને મુક્ત કરાવી બાળકીનો કબજો પરિવારને સોપ્યો હતો. એક કલાકની અંદર બાળકી હેમખેમ પરિવારને પરત મળી જતા માતા-પિતાના જીવમાં જીવ આવ્યો હતો. અને એકની એક વ્હાલસોઈ બાળકીને ભરત જોતા પરિવારની ચિંતા દૂર થઈ હતી.

નરાધમ બાળકી સાથે બદકામ કરવાના ઇરાદે લઈ ગયો હતો

અઢી વર્ષની બાળકીને અપહરણ કરનારના ચંગુલમાંથી છોડાવ્યા બાદ પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે આ અંગે એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે બાળકી ઘર આંગણે રમી રહી હતી દરમિયાન ઘર નજીકથી સુનિલ કુમાર કેવટ અપહરણ કરી લઈ ગયો હતો. આ યુવક બાળકીને સાથે બદકામ કરવાના ઇરાદે લઈ ગયો હતો. પોલીસને બાળકીની અપહરણની જાણ થતા જ સુરત ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓની મદદ લઈ અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને એક કલાકની અંદર નરાધમને ઝડપી પાડ્યો હતો.

આરોપીને બે સંતાનો પણ છે

એસીપી વિપુલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલ આરોપી સુનિલ કુમાર કે મૂળ યુપીના કાનપુર જિલ્લાનો વતની છે અને સુરતમાં તે ભીમરાડ ખાતે રહે છે. સુરતમાં તે છૂટક મજૂરી કામ કરે છે. આરોપી પરણિત છે અને તે સુરતમાં તેને સંતાનમાં બે બાળકો પણ છે.

બાળકી નરાધમના હાથે પિંખાતા બચી

અઢી વર્ષની બાળકીને શોધવા સ્થાનિક સરથાણા પોલીસ નો સ્ટાફ સહિત ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓ પણ એલર્ટ થયા હતા અને આરોપીને પકડવા માટે પી.આઈ ,પીએસઆઇ ,સહિતની સાથે પોલીસની જુદી જુદી 6 ટીમ બનાવી તપાસમાં જોડાઈ હતી.દરમ્યાન આખરે પોલીસની મહેનત રંગ લાવી હતી અને બાળકી સાથે કોઈ અઘટિત ઘટના બને તે પહેલા જ પોલીસે નરાધમને બાળકી સાથે ઝડપી પાડી તેના ચુંગલમાંથી મુક્ત કરાવી હતી.ત્યારે પોલીસે નરાધમ સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…