નગરપાલિકા સામે બે આખલાઓ બાખડ્યા; રોડ પરથી પસાર થતા એક બાઇક ચાલકને ઇજા પહોંચી | Two bulls charged in front of the municipality; A biker passing on the road was injured | Times Of Ahmedabad

મહિસાગર (લુણાવાડા)એક કલાક પહેલા

રાજ્યમાં અનેક શહેરોમાં રખડતાં ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેમજ તેના કારણે અનેક અકસ્માતના બનાવો બની રહ્યા છે. કેટલાક શહેરોમાં રાખડતા ઢોરના આંતકથી લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે આજે નગરપાલિકા સામે બે સાંઢ આમને સામને બાખડ્યા હતા. જેમાં રોડ પરથી પસાર થતા મોટરસાયકલ ચાલકને અડફેટે લેતા તેને સામન્ય ઇજાઓ પહોંચી હતી. તેમજ નગરપાલિકા કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કેટલીક મોટરસાયકલ પણ પડી ગઈ હતી. જેથી તેને પણ નુકસાન પહોંચ્યું છે. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે એક જ સપ્તાહમાં આ બીજી ઘટના સામે આવી છે.

લુણાવાડા શહેરની નગરપાલિકા સામેના માર્ગ પર આજે બે આખલા સામ સામે બાખડ્યા હતા. જેથી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં રોડ પરથી પસાર થતા એક મોટરસાયકલ ચાલકને ઇજા પણ પહોંચી હતી. રોજ રોજ આ રીતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે ફરી એક રખડતા ઢોરનો આંતક જોવા મળ્યો છે. ત્યારે નગરપાલિકા પરિસરમાં પાર્ક કરેલી કેટલીક મોટરસાયકલો પણ પડી ગઈ હતી. જેથી તેમાં પણ નુકસાન પહોંચ્યું છે.

ત્યારે એક સપ્તાહ જેટલા સમયમાં આ બીજી ઘટમાં સામે આવી છે. કે જેમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળ્યો છે. એક સપ્તાહ અગાઉ લુણાવાડા શહેરના પરા બજાર વિસ્તારમાં આવેલા ગણપતિ મંદિર પાસે એક પિતા પુત્રી ચાલતા જઇ રહ્યા હતા. તે દરમિયાન અચાનક પાછળથી આવી રહેલા ઢોરે વૃદ્ધ પિતા અને પુત્રીને અડફેટે લેતા બંનેને ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવતા બંનેને બચાવી લેવામાં આવ્યા હતા. જે બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં બન્નેને સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારે આજે ફરી એકવાર રખડતા ઢોરનો આંતક સામે આવ્યો છે. જ્યાં નગર પાલિકાના સામે બે સાંઢ આમને સામને બાખડ્યા હતા અને અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે રખડતા ઢોરનો આંતકથી લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. પ્રસાસન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે…